________________ ચમત્કાર ! - 271. આપશે. બચવું હોય તે ખસી જાઓ . છૂપાઈ જાઓ " આમ બૂમે પાડીને દેડતા આવતા રાજસેવકની નજર નળ પર પડી અને તે બોલ્યા, “એય કુબડા, તને કાંઈ સંભળાયું નહિ? ભલે થઈને એક તરફ છૂપાઈ જા...નહિ તે હમણાં તારે કાળ સામે આવશે સેવા તે આમ કહીને ચાલતે જ થયો... અને નળે હાથીની કારમી ચીંઘાડ સાંભળી..! ભયભીત નજરે એ દિશા તરફ સહુ જોઈ રહ્યા હતા...ઝરૂખામાં ઊભેલાં ભાઈઓ ને બહેનો નળને સાવધ થવા બૂમ મારી રહ્યાં હતાં.. પરંતુ નળ સાવધ જ હતો. ક્ષાત્રતેજ હાથીને કાબૂમાં લેવાને સંકલ્પ કરી રહ્યું હતું...પણ પાસે કોઈ શસ્ત્ર નહેતું.નળના મનમાં થયું, ક્ષત્રિયને જે મળે ને શસ્ત્ર! આમ વિચારી તેણે રસ્તા પર નજર કરી. એક તરફ નાના મોટા કેટલાક પથ્થરો પડયા હતા .. નળ તે પથ્થરો પાસે ગયા અને સામેથી આવતો ભયંકર અને મદમસ્ત બનેલે રાજને મહાન પટહસ્તી દેખાયો ! તેનાં નયને લાલચોળ હતાં.. જાણે સળગતા અંગારા ! પ્રકરણ 29 મું : : નળનો સત્કાર ! હક મોટા રાજ્યમાં હસ્તીસેના આવશ્યક અંગ સમાન ગણુતી...અને સર્વે હાથીઓમાં જે શ્રેષ્ઠ, બળવાન, તેજસ્વી અને વિશાળકાય હેય તેને પદહસ્તી તરીકે રાખવામાં આવતો. આ પદ્ધહસ્તી રાજ્યની શોભા તરીકે નહિ પણ ઈજતરૂપે ય ગણાતે.