________________ ચમત્કાર ! નહિ. અને હું પણ સંકેચ વગર હરીફરી શકીશ. આમ વિચારી તેણે આ સુંદર સરોવરમાં સ્નાન કરવાને વિચાર કર્યો. સર્વ પ્રથમ તેણે બંને ફળો એક વૃક્ષ પાસે સંભાળપૂર્વક મૂકયાં. ત્યાર પછી કમર બંધ છોડીને પંચીયા રૂપે પહેરી.લઈ. ધોતી અને ઉત્તરીય જરા છબછબાવી સૂકવ્યાં. ધતી, ઉત્તરીય અને. કમરબંધ (કમર પર વીંટવાનું ટૂંકા પનાનું એક વસ્ત્ર) સાવ નવાં જ હતાં. તે સમજી ગયો કે પૂજ્ય કાકાની કૃપાનું જ ફળ છે.. પણ દમયંતીની સાડીમાંથી ફાટેલે કટકો કયાં ગયો હશે? પ્રશ્નને કઈ જવાબ નહોતો. તે પ્રસન્ન હૃદયે સરોવરમાં પડયો ખૂબ જ સારી રીતે સ્નાન કર્યું. જાણે સઘળો શ્રમ વિલય પામ્યો હતો. બહાર આવીને તેણે પિતાનાં બંને વસ્ત્રો સુકાઈ ગયાની ખાતરી કરી. ત્યાર પછી સુકાયેલી ધોતી પહેરીને કમરબંધ છબછબાવીને સૂકવ્યો અને પોતે ઈષ્ટનું સ્મરણ કરવા બેસી ગયો. સાંથવિધિ કરીને તે ઊભો થયો...ઉત્તરીય ખભે ધારણ કર્યું... કમરબંધ બરાબર કેડયે બાંધ્યો અને બિવફળના આકારના બંને દાબડાઓ કમરબંધમાં છુપાવ્યા. આ પ્રમાણે તૈયાર થઈને તે નગરી તરફ જવા અગ્રસર થયો. થોડે દૂર જતાં જ બે કૃષકે સામે મળ્યા એટલે નળે પૂછયું : “ભાઈ, આ કંઈ નગરી છે?” આ વિનિતા નગરી છે...આપ કઈ પરદેશી લાગે છે ! " “હા ભાઈ.” કહી નળ ચાલતો થયો. વિનિતા નગરીનું નામ સાંભળીને નળને હૈયામાં આનંદ થયો. આ નગરીને રાજા ઋતુપર્ણ છે...તે ઘણો જ ગુણવાન અને સમૃદ્ધ છે. વળી, મિત્ર પણ છે. ખરેખર આ રીતે મિત્રને મેળાપ થવો તે અપૂર્વ ઘટના બની ગઈ કહેવાય. ક્યાં નિષધા ને કયાં વિનિતા..? પરંતુ ભારે.