________________ 268 નિષધપતિ એટલે તું તારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ. અત્યારે તારે ખરાબ સમય ચાલે છે. એ સમયથી બચવા માટે હું તને સુખકારક સ્થિતિમાં મૂકી દઉં છું. આ સિવાય તારા કમ સંગના કારણે હુ તને અન્ય કેઈ સુખ આપી શકતા નથી. કારણ કે ભાગ્ય આગળ દેવતાઓ પણ લાચાર બની જાય છે.' નળ ચારે તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. દાવાનળ અલેપ થઈ ગયા હતા. વાવાઝોડું શાંત થઈ ગયું હતું. ઉત્તમ સૌરભથી મધુર બનેલો વાયુ વિહરી રહ્યો હતો અને પુષ્પવૃષ્ટિ થતી હોય તેમ જણાતું હતું. નળના મનમાં થયું. આપની પુત્રવધૂનું કંઈ મંગલ કરો. આ પ્રમાણે તે નાગરાજને કહેવા ઈચ્છતા હતા ત્યાં તે આંખના એક જ પલકારામાં તે જાણે પોતાને અંધારાં આવતાં હોય એવો અનુભવ કરવા માંડયો અને આંખ ચોળીને તેણે પુનઃ ઉઘાડી તેમ નહોતું ગાઢ વન, નહેાતે દાવાનળ કે નહેતા પિતાના પૂર્વજ કાકા નાગારાજ, પિતે કોઈ સુંદર અને સોહામણી નગરીના પાદરમાં આવેલા શ્રેષ્ઠ સરોવર પાસે ઊભે હતા. નળના મનમાં થયું, ઓહ, કાકાની જ કૃપા લાગે છે. પરંતુ મારી પ્રિયતમા અંગે હું કશું કહી શકે નહિ...એનું શું થયું ( પૂર્વાકાશમાં ઉષાને સોનેરી પાલવ છવાઈ ગયું હતું. નળ સ્વચ્છ નીરથી તરંગિત બનેલા સરોવર સામે પ્રસન્ન નજરે જોઈ રહ્યો. તેના હાથમાં બિવ ફળના ઘાટના બે દાબડાઓ હતા. એ જોઈને તેને ખાતરી થઈ કે તે કોઈ સ્વપ્ન નથી જોયું. પણ ખરેખર પોતે આ સુંદર સ્થળે આવી પહોંચ્યો છે. તેણે પિતાના દેહ સામે નજર કરી. ઓહ કાયા તે ભારે કદરૂપી બની ગઈ છે. પરંતુ અત્યારે આ જે કંઈ બન્યું છે તે આશીર્વાદ રૂપ છે. આ દેહથી મને કઈ નળરૂપે ઓળખી શકશે