________________ 266 નિષધપતિ તેના મનમાં થયું...ઓહ, ધર્મપત્નીને ભરનિદ્રામાં છેડી દીધી તેનું તે આ ફળ નહિ હેયને ! જરૂર, એમ જ લાગે છે..જુગારની રમત ખેલીને મેં મારા જ્ઞાનની હાંસી ઉડાવી હતી. દમયંતીને જુગારમાં મુકને મેં પુરુષ જાતિ પર કલંકની કાલિમા લગાવી હતી અને આજ પત્નીને સતી મુકીને ભાગવામાં મેં મહાપાપ કર્યું હતું.. એનું જ ફળ છે. પિતાની આવી સ્થિતિ જોઈ. રહેલા નળે રોષપૂર્ણ નજરે તે સપ સામે જોઈને કહ્યું : “ભારે ખેદની વાત છે...હે પાષ્ઠિ , તું હજુ મારી સામે બેઠો છે? હે નિર્લજજ, તારું કાળમુખ દેખાડતાં તને શરમ નથી આવતી? જેમ હિંગવાળા પાણીથી આમ્રવન નષ્ટ થઈ જાય તેમ તારા એક જ ડંખથી મારી સુંદર કાયા ભારે કદરૂપી. બની ગઈ છે. આવી કુબડી અને ભયાનક કાયા લઈને જીવવાને પણ કોઈ અર્થ નથી ! તેં મને આવી શિક્ષા શા માટે કરી ? તારી વિનંતિ સાંભળીને મને થયું કે તું કઈ દેવજાતિને નાગ લાગે છે. એ વગર તું માનવીની વાણી ઉચ્ચારી શકે નહિ. આથી તારા પર વિશ્વાસ રાખીને મેં તને બહાર કાઢે. તારા પ્રત્યે શત્રુભાવ વગરના એવા મને ડંખ મારે ને તને શું મળ્યું છે વિશ્વાસઘાતી, મેં તને ઉગાર્યો છે એટલે હું તને મારીશ નહિ.. સાચે ક્ષત્રિય રક્ષણમાં આવેલાને કદી મારતો નથી. તારા આવા આચરણને હું મારા કઈ દુષ્ટ કર્મનું પરિણામ જ માની લઈશ...” ત્યાર પછી આકાશ સામે નજર કરીને નળે કહ્યું: “દેવો, દાન, મનુષ્યો અને સર્પો ! તમે સહુ મારા સાક્ષી રહેજો કે આ સર્વે વગર કારણે મને ડુંખ માર્યો છે. જે મેં મારે ક્ષાત્ર ધર્મ બરાબર પાળે હેય તે આપ સહુ મારા પર પ્રસન્ન થાઓ!” આ પ્રમાણે બોલતા નળ સામે જોઈને એ વિરાટકાય સર્વે આછા હાસ્ય સહિત શાંત અને સૌમ્ય ભાવે કહ્યું: “હે રાજન, તું મને શા માટે દેષ આપે છે. તે કદમ ગણતાં ગણતાં દશ” એમ