________________ નિષધપતિ બાજુ અને પાછળ જોયું. તેના મનમાં થયું, કોઈ પણ હિસાબે વનપ્રદેશમાંથી બહાર નીકળવું જ જોઈએ. નહિ તે આ વિરાટ અગન ખેલમાં પોતે પણ ભસ્મીભૂત બની જશે... નળ માટે બીજો કોઈ વિકલ્પ નહોતો...તે ચાલવા જ માંડયા. અને ચાલતાં ચાલતાં એકાએક તેના કાન પર “હે રાજા નળ... હે રાજા નળ !" એવા શબ્દ અથડાયા. નળ ચમક્યો. આવા ઘેર વનપ્રદેશમાં મને કોણ બોલાવતું હશે ? શું આ મારી શ્રવણશક્તિને ત્રિમ તે નહિ હેયને? નળ ઊભો રહ્યો ..આગળ વધે. ત્યાં તો પુનઃ ગંભીર અવાજ આવ્યોઃ “હે રાજા નળ...હે નળ, ઊભો રહે, ઊભો રહે!' નહિ, આ અવાજ કેઈ પુરુષને જ છે.નળ ઊભો રહી ગયે અને ઉચ્ચ સ્વરે બે : “અરે, તું કોણ છે ? ક્યાંથી બોલે છે? મને શા માટે બોલાવી રહ્યો છે ?' તરત જવાબ મળે: “હે રાજા નળ, તારી પાછળ પચાસ કદમ દૂરના આ ખાડામાં હું અગ્નિથી ઘેરાઈ પડયો છું...કૃપા કરીને મને ખેંચી લે..મારી રક્ષા કર... હે નળ, તું નિર્ભય અને શરણ આપનારો એક વીર છે...જલદી પાછો વળ..મને ઉગારી લે..” નળ તરત પાછા વળે..અગ્નિના તીવ્ર પ્રકાશમાં તે એક ખાડે જોઈ શકો. ખાડા પાસે આવતાં જ તેણે એક દીર્ઘ સપને જે. નાગે પીડિત સ્વરે કહ્યું : “નળ, વિલંબ ન કર...મને ખેંચી લે.” નળ સપના પીડિત મુખ સામે જોઈને કહ્યું : હે સપ, તારે સ્પર્શ કરવો એ ઉચિત ન ગણાય. તે હું તને કેવી રીતે ખેંચી લઉં?” તરત ખાડામાં પડેલા સર્વે કહ્યું: “ભાઈ સાવર કરદવની -જવાળાઓ તને પણ ઘેરી વળે તે પહેલાં મને બચાવી લે. હે નળ, કારણ વગર અમે કદી પણ દુષ્ટ કમ કરતા નથી કે કોઈને દંશ દેતા નથી. જે હું તને દંશ દઈને મૃત્યુ પમાડું તે હું ત્રણ પ્રકારના