________________ 262 નિષધપતિ તારે ત્યાગ કરું છું. પ્રિયે, જે હું શત્રુરૂપી સાગરમાં ડૂબી નહિ જાઉં અથવા કોઈ રોગનો ભોગ નહિ બનું તે હું અવશ્ય ધન. અને રાજ્ય પ્રાપ્ત કરીને તારા વદનચંદ્રનાં દર્શન કરીને તૃપ્ત થઈશ. તું સદાય મારા હૃદયમાં જ રહેલી છે ને રહીશ.” આ પ્રમાણે સંદેશો લખી દમયંતી. પાસે પિતાની તલવાર મૂકી નળ એકદમ ચાલતો થયો. દમયંતી નિરાંતની નિદ્રા લઈ રહી હતી. તેના હાથની મુઠ્ઠીમાં હજી પણ પિતાની સાડીને છેડે પકડાયેલું હતું. અને સદ્રશ્ય ભાવે રહેલો કલિ ભારે પ્રસન્નતા માણી રહ્યો હતે. આડે અવળે રસ્તે થઈને નળ સવાર પડે તે પહેલાં ખૂબ જ દૂર નીકળી જવા ઈચ્છતો હતો અને તેણે એક ગાઢ વનપ્રદેશમાં પ્રવેશ કર્યો. રાત્રિને ત્રીજો પ્રહર ચાલતું હોય એમ જણાતું હતું. પ્રકરણ 28 મું: 4 ચમત્કાર ! પત્નીને ત્યાગ કરીને નળ ગાઢ વનમાં દાખલ થઈ ગયે... એક તે રાત્રિ ભેંકાર હતી અને વનપ્રદેશ ગાઢ હોવાથી અંધકાર પણ ભયંકર હતા. દશાનું કેઈ ભાન રહી શકે તેમ નહોતું.વળી, કઈ કેડી કે માર્ગ પણ હતો નહિ. શસ્ત્રમાં એક નાની છુરિકા સરખું યે સાધન નહતું. તલવાર હતી..પણુ દમયંતીના રક્ષણ માટે ત્યાં જ મૂકી હતી. આમ છતાં દમયંતીથી દૂર દૂર જવાના ઉત્સાહ સહિત નળ વનના આડ પંથે નિર્ભયતાપૂર્વક જઈ રહ્યો હતો. જેમ જેમ તે આગળ વધતો જતો તેમ તેમ વનપ્રદેશ વધુ ને વધુ ગાઢ બનતા જ. પિતે કેટલું ચાલ્યું હશે એ કલ્પના આવી શકે તેમ નહતી...