________________ ર૬૦ નિષધપતિ પ્રસન્ન થાઓ.તે આપની જ પુત્રવધૂ છે. આપ તેનું રક્ષણ કરો.” આમ કહીને તેણે દમયંતી સામે જોયું. ગુલાબની છાયા વડે ભતા દિવ્ય મોતીના સમૂહ સમી દમયંતી નિતિ નિદ્રા માણી રહી હતી. નળે દર્દભર્યા સ્વરે મનમાં કહ્યું : “હે પ્રિયે, તું મારાં આ છેલ્લાં પ્રણામ સ્વીકારજે. હું જે સ્થળે તારે ત્યાગ કરી રહ્યો છે તે ધિક્કારપાત્ર રાત્રિ નષ્ટ થાઓ.આ પ્રહર પણ નષ્ટ પામે. અને આ દુષ્ટ બળીને ખાખ થઈ જાઓ...કુલની મર્યાદા વગરનો હું એક નિર્દોષ નારીને ત્યાગ કરી રહ્યો છું. મને કોઈ બીજે માગ સુઝત નથી..” આમ કહીને નળ તરત પાછા પગલે પ્રિયતમા સામે જોત જોતે. ચાલવા માંડયો..થોડે દૂર જતાં જ તે પુનઃ પાછો વળ્યો.... કલિના ગભરાટને પાર નહે. તે વારંવાર નળના મનને ભાવ હતો અને વારંવાર નળનું મન નિર્બળ બની જતું હતું... વળી, નળનું મન કઠોર બની ગયું...મારે લેકનિંદાથી શા માટે થડાવું જોઈએ? ભલે લેકે મને નિર્દોષ પત્નીને ત્યાગ કરનારો કહે. ભલે મારી નિંદા કરે, પણ દમયંતીને મારી સાથે ફેરવવી એ કોઈ પણ રીતે હિતાવહ નથી અને હું શ્વસુરગૃહે રહી શકું એમ નથી. એની પિતાની છાયામાં રહેવાને એને અધિકાર છે.” આ પ્રમાણે વિચારી તેણે આસપાસનાં વૃક્ષો તરફ નજર કરીને અતિ પ્રેમભાવે વિનતિ કરી. “હે આમ્રવૃક્ષ ! હે પ્રિય કદંબવૃક્ષ! હે પુત્ર સમાન પ્રિયાલ વૃક્ષ, ફળ ફૂલ અને પત્રયુક્ત એવા તમારી પાસે હું મારી પ્રિયતમાને ત્યાગ કરું છું. એ જાગશે અને મને નહિ જુએ ત્યારે પતિ વિયેગના કારણે મૂર્ણિત બની જશે. એ વખતે તમે છાયા વડે એનું રક્ષણ કરજે.” આસપાસના નાના મોટા પહાડ તરફ જોઈને તે બોલ્યો : હે પર્વત, એક સમયે આપને પાંખે હતી. પણ વજ વડે આપની