________________ ચમત્કાર! કહ્યું, ત્યારે જ મેં તને ડંખ માર્યો છે..નળ, તું દુખી ન થા. અત્યારે તારા રૂપનું આ જે પરિવર્તન થયું છે તે તારા જ લાભમાં છે.” આમ કહીને સર્પ તરત મનુષ્પાકારે ઊભો થઈ ગયો. મનુષ્યરૂપી સપને જોતાં જ નળ ચમકે. “અરે, આ તે મારા: કાકા વજસેન લાગે છે..! આમ વિચારીને નળે કહ્યું: “હે તાત ! હું આપને મારું મોઢું કેવી રીતે બતાવી શકું ? આપ વાત્સલ્યભાવથી આવીને મને શા માટે જઈ રહ્યા છે? ખરેખર, ભવાંતરમાં પણ વડીલજનેને સનેહ પિતાના મુખ સતા પ્રત્યે શિથિલ બનતો. નથી. મેં રાજય, ધર્મ, સુખ અને યશ એ ચારેયને નાશ કર્યો છે..... તે હે તાત ! મારા પ્રત્યે પ્રેમભરી નજરે શા માટે જોઈ રહ્યા છો? ઓહ, હું ખરેખર ધિક્કારપાત્ર છું.. મેં એક મહાન કુલની લક્ષ્મી મારી ધર્મપત્નીને સૂતી છોડી દીધી છે ! હું મહાન ગુણવાન અને બળવાન ગણાતો હોવા છતાં જુગારે મારી સર્વ શકિતઓને નષ્ટ કરી નાખી છે ! નળને આ પ્રમાણે વિલાપ કરતે જોઈ તે માનવી તેને ભેટી. પડ...નળના કાણા વજસેનનાં નયને પણ જળ બની ગયાં. તેમણે સુવર્ણમય, અદ્દભુત અને મણિજડિત બે બિલ્વફળ નળના હાથમાં મૂકીને કહ્યું: “વત્સ, પૂર્વે હું તારો કાકે હતા. પરંતુ હાલમાં અમે સંયોગે પાતાલવાસી નાગરાજ કર્કોટક બન્યો છું. અવધિજ્ઞાન દ્વારા તારા પર આવેલું આ કષ્ટ જાણુને હું તને સહાયક થવા આવ્યો છું. હે પુત્ર, તારે આ અંગે આશ્ચર્ય પામવાનું નથી. પૂર્વનું બાંધેલું આ કર્મ અત્યારે તને પાડી રહ્યું છે. હે પુત્ર, તને માર્ગમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે આટલા ખાતર મેં તારું આવું કુબડું રૂપ બનાવ્યું છે, આથી તું તારી જાતને દુર્જનથી: બચાવી શકીશ. જ્યારે તને ઈચ્છા થાય ત્યારે બિહેવફળ જેવી દાબડી ઉઘાડજે અને તેમાં જે વસ્ત્રાલંકારે નીકળે તે ધારણ કરી લેજે