________________ વ્યમકાર ! ર૬પ સત્યની ધરાઈ લઉં છું. તું મને આ અગ્નિતાંડવમાંથી શીઘ બચાવી લે.” બળવાન નળે તરત ખાડામાં પિતાનો હાથ લંબાવ્યો... વિશાળ સપને પકડી લીધો. પરંતુ સર્ષ ભારે વજનદાર હતો...છતાં સંભાળપૂર્વક તેને પકડીને ધીરે ધીરે બહાર કાઢો. સર્પના વજનથી તેનો હાથ નમી પડયો હતો. સર્પને ખાડામાંથી બહાર કાઢીને નળ બેજના કારણે માંડ માંડ થોડે દૂર ચાલી શકે. ત્યાર પછી તે છેલ્વે : હે વિશાળકાય, તારે ભાર ઊયાક તો મારા માટે શકય નથી. તને હું કઈ જગ્યાએ છોડી દઉં ?" “હે રાજન, તું અહીંથી તારાં પગલાં ગણજે..અને દસમું પગલું જે સ્થળે મૂકે ત્યાં મને છોડી દેજે.” દસ કદમ ! નળ એક એક કદમ ગતે ચાલવા માંડયો... અને જ્યાં તે દસ બે ત્યાં જ સર્ષે તેના કાંડા પર ડંખ માર્યો...અને સપ તેના - હાથમાંથી સરીને એક બાજુ કુંડલી મારીને ઘુંચળું વળીને બેસી ગયો. પરંતુ દંશથી ભારે વિચિત્ર ચમત્કાર સજા. નળ પ્રથમ તો એકદમ કંપી ઊઠયો..ત્યાર પછી તેણે જોયું. પિતાના દેહમાંથી જાણે ધુમાડે નીકળી રહ્યો છે અને વિષને તીવ્ર પ્રભાવ આખી કાયાને જાણે બાળી રહ્યો છે...નળ અવાફ બનીને પિતાના બલિષ્ઠ અને સુંદર દેહ સામે જ જોઈ રહ્યો...થડી જ પળમાં વિષપ્રભાવના કારણે તેની કાયા લીમડાના દૂઠા જેવી થઈ ગઈ. દેહની નસે ફૂલી ગઈ હતી ..ચારે તરફ ગાંઠે નીકળી પડી હતી. દેહ સાવ શ્યામ બની ગયે હતે...ગરદન સાવ વાંકી થઈ ગઈ હતી. જાણે પોતે બેડેળ અને કુબડે બની ગયો હોય એમ સ્પષ્ટ જોઈ શકાતું હતું. તેણે મેઢા પર હાથ ફેરવ્યો તે સુંદર નાક જાણે વાંકું વળી ગયું હતું અને મસ્તક જાણે ત્રણ ખૂણુવાળું વિચિત્ર થઈ ગયું હતું.