________________ ચમત્કાર ! ત્યાં તે વનમાં ભયંકર પવન ફૂંકાવો શરૂ થયો. વનનાં વૃક્ષની. શાખાઓ કડેડાટ કરવા માંડી... અને આ વાવાઝોડું થોડી જ પળામાં અતિ ભયાનક બની ગયું. હવે તે એવી પરિસ્થિતિ સરજાણી કે કઈ દિશા પકડવી તે સૂઝી શકે એમ નહોતું... નળ એક વૃક્ષના એથે ઊભે રહ્યો. વિવિધ પ્રાણીઓની ચિચિ યારીઓ ચારે તરફ થઈ રહી હતી.. કઈ પ્રલય કાળ આવ્યો હોય તેમ જણાવા માંડયું. નળના મનમાં થયું. એકાએક આ શું બની ગયું ? શું દમયંતીના ત્યાગનું તો આ ફળ નહિ હોય ને ? એ નિર્દોષ પ્રિયાને ત્યા કરવામાં ભારે કઈ દુષ્ટ હેતું હતું જ નહિ.એ કોમલાંગિનીને આવા રઝળપાટની વેદના ન ભોગવવી પડે એ એક જ આશયથી મેં એને ભરનિદ્રામાં મૂકી છે અને આ વાવાઝોડું ત્યાં પણ હશે તો એ બિચારી સફાળી બેઠી થઈને મને ન જોતાં પાગલ બની જશે... અરેરે, હવે શું કરવું ? આ સવાલનો તે કંઈ પણ નિર્ણય કરે તે પહેલાં જ વનમાં રહેલા વાંસના ઘર્ષણથી અગ્નિ પ્રગટ થયું અને જોતજોતામાં દાવાનળનો પ્રારંભ થઈ ગયો.. હવે શું કરવું ? બીજે કંઈ પણ વિચાર ન કરતાં આ દાવાનળમાંથી છટકવા માટે નળે આડેધડ ચાલવું શરૂ કર્યું. દાવાનળની જ્વાળાઓ જાણે સમગ્ર વનપ્રદેશને ભરખી લેવા. લવરકા લેતી હોય તેમ સ્પષ્ટ જોઈ શકાતું હતું.. જે દિશામાં દાવાનળ પહેઓ નહે તે તરફ નળ ઉતાવળી ગતિએ ચાલવા માંડયો. કુંકાઈ રહેલા સખત પવનની પણ તેણે દરકાર ન કરી. આ વાવાઝોડાના કારણે કદાચ કોઈ વૃક્ષ પિતા, પર આવી પહશે તો પોતે અહીં ચગદાઈ જશે....એવા ભયને પણ ખંખેરી નાખ્યો... દાવાનળ બરાબર ચગી રહ્યો હતો. નળે ચાલતાં ચાલતાં આજુ