________________ 259 અંધારી રાતે દૂર થશે ત્યારે તું એને સુખરૂપ પ્રાપ્ત કરી શકીશ... માનવીનું મન બહુરૂપી સમાન હોય છે. એક વાર જે વસ્તુ - "ઉત્તમ લાગે તે જ વળતી પળે અણગમતી થઈ પડે છે...અને નળ તે કલિના પ્રભાવમાં આવી ગયો હતો. બે પળ સુધી તે દમયંતી તરફ સ્થિર નજરે જોઈ રહ્યો. ત્યાર પછી તેણે ખાતરી કરી કે દમયંતી નિદ્રાવસ્થામાં છે કે નહિ? પણ દમયંતી તે ભરનિંદમાં હતી. તેના સુંદર વદન પર સંતેષની આભા વિલસી રહી હતી.. એક મન દમયંતીને ત્યાગ કરવામાં કર્તવ્ય માનતું હતું... બીજું મને અન્યાય માનતું હતું... નળ આસ્તેથી ઊભે થયો. પ્રિયતમાની સાડીને એક ટુકડો તેણે ઉત્તરીય રૂપે ખભા પર રાખે અને જરાય અવાજ ન થાય એ રીતે દમયંતી સામે જેતે જેતે ચાલવા માંડયો...થોડે દૂર જતાં જ તેનું મન ફરી વાર ખળભળી ઊઠયું તરત તે પાછો વળ્યો તેના મનમાં થયું...આવી ભેંકાર રાત્રિમાં આવા ગાઢ વન પ્રદેશમાં આવેલા જળાશયના કિનારે... આ રીતે પ્રિયતમાને રક્ષણ વગરની મૂકીને જવું એ ઉચિત નથી...હિંસક પ્રાણીઓના અવાજ તે આવી રહ્યા છે...જળાશયના કારણે પાછલી રાતે એ પ્રાણીઓ પાણી પીવા આવે. ના..ના.. આ રીતે મૂકીને જવું ન જોઈએ. ત્યાં તો બીજું મન તરત તાડૂકી ઊયું. અલ્યા મૂરખ, એક વાર જુગાર ખેલીને તે સર્વસ્વ ગુમાવી દીધું છે તારી સાથે તારી પત્નીને રાખીને શું તારે એના પર વિપત્તિના પહાડ ઉતારવા છે? આમ, બુદ્ધિહીન શા માટે બને છે ? સવાર સુધી તું રાહ જોઈશ એટલે શું દમયંતી તને જવા દેશે? આ વિચાર આવતાં જ નળ ક્રૂજી ઊયો. તેણે મૌન ભાવે પાલેનું સ્મરણ કરીને કહ્યું, “હે લોકપાલે હું તે તમારી પ્રસન્નતાને અધિકારી રહ્યો નથી... પરંતુ આપ દમયંતી પર જરૂર