________________ અંધારી રાતે 57 તેણે નેત્રો ખેલ્યાં. દમયંતીના સૌમ્ય સુંદર તેજસ્વી વદન તરફ નજર કરી. ઓહ, મેં કરેલા અપરાધનું ફળ મારી પ્રિયતમાએ શા માટે ભેગવવું જોઈએ? જુગાર હું રમ્યો છું, સર્વસ્વ ગુમાવીને આ રઝળપાટ મેં સ્વીકાર્યો છે, દમયંતીની શિખામણ પણ મેં માની નહતી. એના સોગંદ પણ પાળ્યા નહતા અને અધમાધમ એવા મેં પ્રિયતમાને પણ જુગારના દાવમાં મૂકી હતી... ઓહ, મેં કેટલે ભયંકર અવિચાર કર્યો છે. ના...ના..ના. આ નિર્દોષ નારીને મારા અંગે કષ્ટ ભોગવવું પડે એ ખુલ્લો અવિચાર છે. મુંડ માળાથી ભતા શ્રી. શંકરના મસ્તક પર જેમ ચંદ્રકલા શેભે નહિ તેમ મારા જેવા અવિચારી પાસે દમયંતી જેવી સતી નારી રહે તે કઈ પણ દષ્ટિએ ઉચિત નથી. દમયંતી મારી સાથે હશે તે હું કઈ સાહસ નહીં કરી શકું. તેમ, દમયંતીને પણ ભારે યાતનાઓ સહવી પડશે...આ કરતાં દમયંતીને ત્યાગ કરીને હું કોઈ રાજાને ત્યાં કામ કરી શકીશ તે આ દુઃખનો કાળ ચાલ્યો જશે અને મારી પ્રાણેશ્વરીને ભવિષ્યમાં હું પ્રાપ્ત પણ કરી શકીશ પતિવ્રતા નારીને ત્યાગ કરનાર નળ નામનો એક રાજા હતો. એવો દેષ મારા મસ્તકે મઢાશે. ઈતિહાસનાં પૃષ્ઠ પર પણ એ વાત અંકિત થશે..કદાચ લેકે મારા નામ પર ધિક્કાર વર્ષાવશે... ભલે! એની મને કંઈ ચિંતા નથી. મારા હાથે થયેલા અવિચારનુ પરિણામ મને મળવું જ જોઈએ. આમ વિચાર કરી નળે દમયંતીના મસ્તક નીચે એશકારૂપે રાખેલે પિતાને હાથ ખૂબ જ સંભાળપૂર્વક સેરવી લીધે. દમયંતી નિદ્રાધીન હતી. આખા દિવસના શ્રમને કારણે તે સુખની નિદ્રા માણી રહી હતી. વળી, સ્વામી તરફથી મળેલા આશ્વાસને તેને નચિંતા બનાવી હતી. દમયંતીના નિદ્રિત વદન સામે જોઈને નળ મનમાં બોલ્યો : 17