________________ 256 નિષધપતિ સર્વગુણ સંપન્ન પની સાથે લેવાથી મેં કંઈ ગુમાવ્યું નથી. જ્યાં સુધી વિશ્વમાં વિસ્તરેલી કીર્તિરૂપી કુમુદવાળી દમયંતી મારી પાસે રહેલ છે ત્યાં સુધી સઘળો વૈભવ, સઘળો પરિવાર અને સમ્રાટને પણ પ્રાપ્ત ન થાય એવું સુખ મારા હૈયામાં જ ભર્યું છે.. ના ના, ના, આવા વિકટ વનવાસમાં પણ હું રાજ ભોગવી રહ્યો છું.... ઓહ, નબળા વિચારો દૂર થાઓ.. દૂર થાઓ નળના વિચારનું પરિવર્તન થયું. પરંતુ દુષ્ટિ કલિ નળની પાછળ પડ હતો તે જોઈ શકઆ દમયંતી જ્યાં સુધી નળની સાથે છે ત્યાં સુધી નળને એક વાળ પણ વાંકે થઈ શકે એમ નથી મારે કોઈ પણ ઉપાયે દમયંતીથી નળને વિખૂટો પાડવો જ જોઈએ...દમયંતીને આ પ્રેમર મારાથી. નજરે પણ જોઈ શકાતું નથી... દમયંતીનું સમર્પણ અજોડ છે.. હું પણ ત્યાં પાંગળા બની જાઉં છું....આમ વિચારીને કલિએ કોઈ પણ ઉપાયે નળને પત્નીથી વિખૂટો પાડવાનો નિર્ણય કરી લીધો. એક સુકિતમાં બે દિવ્ય રનેની માફક એક જ વસ્ત્રથી વીંટળાઈને નળ-દમયંતી શોભી રહ્યાં હતાં. દમયંતીના કપાળ પર શોભી રહેલ અગ્નિસમાન તેજવી તિલક આવા અંધકારમાં પણ જાણે પિતાનું તેજ સમગ્ર વદન પર બિછાવી હતું. પ્રિયાના આલિંગનથી બદ્ધ થયેલા નળને જોઈને વેરભાવથી જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એવા એના મનમાં થયું, “નળને મેં રાજ ભ્રષ્ટ કરીને રઝળતે કર્યો હોવા છતાં એને કઈ અથ નથી... નળ અને દમયંતી આવા વિકટ વનમાં પણ સ્વસ્થ, નિશ્ચિંત અને પ્રેમભાવથી બંધાયેલાં જ રહ્યાં છે.' હવે શું કરવું? ના...ના...ના..નળને આ રીતે સુખી જોઈ શકાય જ નહિ. તરત કલિએ મનમાં કંઈક સંકલ્પ કર્યો. નળની મને ભૂમિ પર તેણે આઠમણુ આદરી દીધું. થોડા સમય પહેલાં જ નળે કરેલ નિશ્ચય પુનઃ વિચારની એરણ પર ટિપાવા માંડ