________________ 254 નિષધપતિ મિત્ર, નથી કોઈ પરિચારિકા, કેવળ હું એક જ છું..આજ ગંગા જેવા નિર્મળ નીરથી ભરેલું સરોવર જાણે ઘર બન્યું છે ! ઓહ આવી વિપત્તિને ધિક્કાર હે! બંધુભાવને, વધુ પડતા પરિવારને, મંત્રીમંડળને, લક્ષ્મીને, અધિક તાકાતને, કુલને, સહાયકોને, વારે વાર ધિક્કાર હે! આવું બધું હોવા છતાં મહા પરાક્રમીને આવી અધમ દશામાં મુકાવું પડયું. . આવો વિચાર તેના મનનું મંથન કરી રહ્યો હતો. ત્યાં તેને થોડા જ સમય પહેલાં પ્રિય સખી કેશનીને શબ્દો યાદ આવ્યા. તેના મનમાં થયું, કેશિનીએ મને શુકન જોઈને જે કહ્યું હતું તે બરાબર થયું છે. હા, કેશિનીએ તે વિયોગની પણ વાત કહી હતી ..હું કોઈ પણ ઉપાયે મરતાં સુધી સ્વામીને સંગ નહિ છોડું. એમની દેખરેખ કે રાખે? એમના પ્રત્યે પ્રેમદષ્ટિ કેણુ રાખે ? કેણ એના દુઃખનું ભાગીદાર બને ! ના.નાના...હું મારા સ્વામીને આંખથી અળગા નહિ કરું..જે કેશિનીના કહેવા પ્રમાણે વિયેગ આવી પડશે તે હું કેવી રીતે જીવી શકીશ? હું સ્વામીને એકાકી રઝળપાટ કેવી રીતે સહી શકીશ? મારું જમણું નેત્ર વારંવાર ફટકી રહ્યું છે..શું એ કોઈ અશુભ યોગનું સૂચન હશે ? ભાગ્યના વિષચક્રમાં સપડાયેલા હાન સ્મવામી શૂન્ય હૃદય બનીને ઈચ્છાપૂર્વક ચાલ્યા જાય તે તેમને હું કેવી રીતે અટકાવી શકીશ? શું મને મારા સ્વામીને વિગ પ્રાપ્ત થશે? અહીં હું શું કરું? અત્યારે હું દરેક રીતે હણાયેલી બની ગઈ છું...મારી બુદ્ધિ પણ જડ બની ગઈ છે. બુદ્ધિના પ્રભાવથી સ્વામીને સમજાવવાની મારામાં કોઈ શક્તિ નથી. આ વિચાર આવતાં જ તે બોલી ઊઠી: “સ્વામી ! સ્વામી ! પ્રાણીધાર !' નળ એકદમ બેઠો થઈ ગયો. અંધકારમાં તે પ્રિયતમાનાં ચળકતા અશ્વને જોઈ શકે... નળે તેનાં અશ્ર લૂછી પ્રિયતમાને ગાઢ આલિંગન આપીને કહ્યું: “પ્રિયે, તું શા માટે ગભરાઈ ગઈ છે ?