________________ પ્રકરણ 27 મુ : : અંધારી રાતે ! વન પ્રદેશમાં અંધકાર ભારે બિહામણો લાગે છે...કાચ-. પિચો માનવી તો ભયથી જ અડધો થઈ જાય. હજુ તે રાત્રિને પ્રથમ પ્રહર પૂરો થયો નહોતો. આખી રાત કેવી રીતે વીતશે? સંભવ છે કે મધ્યરાત્રિ પછી હિંસક પ્રાણીઓ પણ આવી ચડે. સ્વામીનાં બધાં શસ્ત્રો રથમાં રહી ગયાં છે... માત્ર એક તલવાર રહી છે...આવા વિચાર કરતી દમયંતી સ્વામીના પગ દાબી રહી હતી. નળ પણ અનેક વિચારો વચ્ચે અથડાઈ રહ્યો હતો. તેણે કહ્યું : “પ્રિયે, તું અતિ શ્રમિત બની ગઈ છે. હવે સુઈ જા...' ના સ્વામી, હજુ તે રાત્રિને પ્રથમ પ્રહર ચાલી રહ્યો છે. અને આજ આપ ઓછા શ્રમિત નથી થયા! ...વળી, આપ જાગે, ને હું સૂઈ જાઉં એ કોઈ દ્રષ્ટિએ ઉચિત નથી.” નળના હૈયામાં પુનઃ વિચારોને વંટોળ જાગ્યો - આવી પ્રેમમૂર્તિને મારી સાથે દુઃખી કરવાને મને કોઈ હક નથી રહ્યો.... હા, ભારે પ્રર્વચના કરી છે...” આવા વિચારે વચ્ચે નળનું હૃદય ભારે દુઃખ અનુભવી રહ્યું હતું. દમયંતી પણ સ્વામીના ને પરિસ્થિતિના વિચારે ચડી ગઈ. તેના મનમાં થયું, એક જુગારે કેવી વિનાશક વિપત્તિ સરજી છે ? જેઓ હંમેશ રનમંડિત પલંગમાં પિઢતા હતા. આજ તેઓ એક અજાણ્યા સરોવર તટે પર્ણની શય્યા પર પડ્યા છે...એમને નિદ્રા નથી આવતી. નિદ્રા કયાંથી આવે? નથી કેઈ સેવક, નથી ઈ.