________________ સરેવરની પાળે 51. તિમાં કયાં જવું અને આ દુઃખના દિવસે કઈ રીતે વિતાવવા ખરેખર, ધનહીન માનવીને કોઈ પણ સાધન કે સાધ્યને અભાવ જ હેય છે. ધનરહિત માનવીને દુર્જન પુરુષો ક્રર પરિહાસ ફરે છે, શત્રુઓ પીડા આપતા રહે છે અને સંબંધીઓ તેનો ત્યાગ કરે છે.. ખરેખર, નિર્ધનને કોઈ સહાય કરવા તૈયાર થતું નથી. આ રીતે તુચ્છ બનેલા માનવને સહુ તિરસ્કાર કરે છે. હું પણ તિરસ્કારને પાત્ર બની ગયો. છું. આવો તિરસ્કાર મેળવીને કઈ રીતે જીવવું ? એવા જીવતરમાં આનંદ પણ શો હોય? હું આવા પ્રદેશમાંથી બહાર નીકળીશ એટલે શત્રુઓ મને પજવશે. ખરેખર શત્રુ અને સર્ષ પિતાના શિકારની નબળાઈ પકડવામાં જ કર્તવ્ય માનતા હોય છે... હું કોઈ દિવસ કોઈ પણ યુદ્ધમાં હાર્યો નથી. છતાં ભીલ લેકે. સામે મારે હારવું પડયું. શા માટે ? દમયંતી સાથે હતી. એને રક્ષણ માટે જ મારે સમયને વિચાર કરવો પડશે. પત્નીને સાથે. રાખવી તે ભારે વિપત્તિજનક છે. એ અત્યંત સુકુમાર છે...મારા પ્રત્યેના પ્રેમ ખાતર તે સંકટો સહી રહી છે... પરંતુ જળ, ખાદ્યસામગ્રી, શય્યા. વાહન, વસ્ત્રો, સહાયક એવું કશું સાથે છે નહિ. આ રિથતિમાં દમયંતી કેવી રીતે મારી સાથે રઝળી શકશે? વળી, પિતે. થાકી ગઈ હોય છતાં મારી સેવાને ત્યાગ કરી શકે એમ નથી.... અત્યારે તો હું પોતે જ તેના દુઃખનું કારણ છું. મારે શું કરવું જોઈએ ? હું દમયંતીને સમજાવીશ તે પણ તે પિતાના પિતાને ઘેર જશે નહિ... હું કોઈ પણ ઉપાયે મહારાજા ભીમ પાસે જઈ શકું એમ નથી. યા મોઢે એમના પાસે ઊભે રહું ? જે નગરીમાં સ્વયંવર: વખતે હું જે વૈભવથી ત્યાં ગયો હતો અને કુંઠિનપુરની જનતાએ મારા પર અંતરને પ્રેમ બિછાવ્યો હતો તે લેકેની સામે આ. અવસ્થામાં મારે કઈ રીતે ઊભા રહેવું ? પિતાને પરાક્રમથી આગળ