________________ 249 સરોવરની પાળે ને કહ્યું : “હે દુબુદ્ધિ રાજન, જેણે તારું રાજ્ય ઝડપી લીધું, જેણે તારી સંપત્તિ હરી લીધી અને જેના અંગે તારે વનવાસ વહેરવો પડયો તે ઘુતક્રીડાના પાસાઓ અમે જ છીએ તું સમજી લેજે. હે નળ, જુગાર જેવી આવી રમતથી ધન પ્રાપ્તિ નથી થતી.” નળ સે ઉત્તર આપે ? પિતાની ધોતીનો એક છેડે કાઢીને તેણે ખભા પર નાખ્યો. ત્યાર પછી દમયંતી સામે જોઈને કહ્યું : પ્રિયે, રક્તકમળ જેવાં તારાં કમળ ચરણ દભ અને કટકના રૂટથી લોહીવાળાં બન્યાં હોય એમ લાગે છે... પરંતુ હવે આ પણે વનના છેડા સુધી આવી પહોંચ્યાં છીએ ..મને સારસ પંખી એને મધુર અવાજ સંભળાય છે એટલે આટલામાં જ કે જળાશય હશે એમ ક૯પી શકાય છે. હવે દિવસ પણ બહું નથી રહ્યો...દેવી, તને દુ:ખ તે થશે...પણ ચાલ્યા વગર આપણું માટે અન્ય કોઈ ઉપાય નથી.” - “સ્વામી, જે સ્ત્રીની સાથે તેને પતિ હોય તે સ્ત્રીને દુઃખની કલ્પના પણ ન આવે. આપના સાન્નિધ્યમાં મને દુઃખ નથી... પરતું આપતી આ સ્થિતિ જોઈને જ મને દુઃખ થાય છે. દેશકાળનો નિર્ણય કર્યા સિવાય અને કોઈ ધ્યેય નક્કી કર્યા સિવાય આપણે માત્ર ચાલી જ રહ્યાં છીએ...આમ નિર્દેશ ચાલવું તે સાધુ પુરુષો માટે ઉચિત ન ગણાય. રાષ્ટ્રના સર રાજાઓમાં ચંદ્રસમાન હે મહારાજ, આપે એક વાર સર્વ રાજાઓને આપને સેવક બનાવ્યા છે. અત્યારે - આપની આ પરિસ્થિતિ જોઈને એવો કોઈ રાજા આપને વિપત્તિમાં મૂકે તે સહજ છે...વળી, આપના પ્રહ પ્રતિકૂળ છે...ભાગ્ય પણ વિર્યું છે. આ સંગમાં જે આપ મારા પિતાને ત્યાં છેડે સમય પસ ર કરશે તે ઈષ્ટ ગણાશે. આપના જે પવિત્ર અને - શક્તિશાળી અતિથિને જોઈને મારા પિતા ખૂબ જ આનંદિત બનશે.” પરાશ્રયે ન રહેવાની ઈચ્છા ધરાવતા ગળે પત્નીની ભાવપૂર્ણ વાત સાંભળીને કહ્યું “ભલે તું કહે છે તેમ જ થાઓ.”