________________ 248 નિષધપતિ શરૂ કર્યો. મધ્યાહ્ન વીતવા આવ્યા હતા. નળ માટે આ વનપ્રદેશ અજાયે હતે છતાં તે પિતાની પ્રિયાને સંભાળપૂર્વક લઈને વન બહાર નીકળી જવાની આશાએ આગળ ને આગળ જતો હતે. ત્યાં એકાએક નળની નજર છિદ્રવાળા વાંસના ઝૂંડ પર પડી અને ત્યાં વિચિત્ર પ્રકારનાં પ્રાણીઓ નિહાળ્યાં. તરત તેણે દમયંતીનું ધ્યાન એ તરફ ખેંચતાં કહ્યું : “પ્રિયે, આ તરફ નજર કર. જેનાં ચરણ માણિક્ય સમાં લાલ છે, જેની ચાંચ તેજસ્વી છે, જેનાં નયનો થાય છે કે આ મૂલ્યવાન પંખીઓને પકડી લઉં.' દમયંતીએ તરત કહ્યું, " સ્વામી, અજાણ્યાને વિશ્વાસ ન કર જોઈએ. વળી, આવાં પંખીઓની આપણે શી જરૂર છે એક મહારાજ્ય ને અઢળક ધન આપના હાથમાંથી ચાલ્યું ગયું તે પાંખરૂપી સુવર્ણવાળાં પંખીઓને પ્રાપ્ત કરવા શા માટે ઈચ્છો છો...? અને “એક વાર ભાગ્ય તે અજમાવી લઉં.” આમ કહીને નળે પિતાનું ઉત્તરીય જાળ માફક પંખીઓ પર ફેક્યું.વળતી જ પળે એક પંખી ઉત્તરીય સહિત આકાશ તરફ ઊડી ગયું...બીજા પંખીઓ પણ ઊંચે ઊડવા માંડયા. પિતાનું ઉત્તરીય ચાલ્યું ગયું અને દાવ નિષ્ફળ ગયો એ જાણીને નળે હતપ્રભ બની ગયે. તેના મનમાં વિચાર આવ્યોઃ “ખરેખર, વર્તમાન સમયે મારું ભાગ્ય પ્રતિકુળ બન્યું છે. જે એમ ન હેત તે રથમાંથી મારાં દિવ્ય શસ્ત્રો અદ્રશ્ય શા માટે બનત ! જે પંખીઓ એક દિવસે મારાં દૂત બનવાનું ગૌરવ લેતાં હતાં, તે પંખીઓ આજ મારા શત્રુરૂપ બની ગયા લાગે છે.' નળને વિચારમમ જોઈ, એક સુવર્ણ પંખીએ માનવ વાણીમાં