________________ 46 નિષધપતિ પણ સુવર્ણ મંડિત હતો એના અશ્વો તેજવી હતા.' નળ વિચારમાં પડી ગયો, બે પળ પછી બે, “નિષધપતિને મારા આશીર્વાદ જણાવજે અને કહેજે કે હું દિનને સ્વીકાર કરવા અસમર્થ છું.” કૃપાનાથ, આ દાન નથી. નાના ભાઈની ભકિતને સ્વીકાર કરે.” દૂતે વિનમ્ર સ્વરે કહ્યું. છેવટે નળ રાજાએ લઘુબંધુની ભકિતને સ્વીકાર કર્યો. ભાતાના ડબરામાંથી બંનેએ ભોજન કર્યું. ત્યાર પછી પ્રિયતમાને રથમાં બેસાડી પોતે જ સારથિ બન ને વિદાય થયો. દૂત અને અન્ય માણસો. વધારાના અશ્વ પર વિદાય થયા. નળની ઈચ્છા હતી કે નિષધાની સમા જેમ બને તેમ વહેલી વટાવી જવી. આ ઉત્સાહમાં તેણે ભયાનક અને ગાઢ વન પ્રદેશમાં પિતાને રથ દાખલ કર્યો. માત્ર એકાદ પ્રહરમાં જ તે નાની નાની પર્વતમાળાઓથી વીંટળાયેલા અને રમણીય વન પ્રદેશથી છવાયેલા ભીલ લોકોના પલ્લીઓવાળા સ્થળ પાસે આવી પહોંચે. નળના સ્વણ રથને ઘરઘર ધ્વનિ આ પાર્વત્ય વન પ્રદેશમાં ગુંજી રહ્યો હતો. એક તે રથ સર્વોત્તમ હતું, અશ્વો તેજસ્વી હતા અને નળ પિતે રથ ચાહ્યાક હતો. રથને ઇવનિ ભીલેએ સાંભળ્યો અને પલ્લીની ચેક કરતા ભલેએ પણ સાવધ રહેવાને વિચિત્ર ધ્વનિ કર્યો. આથી ભીલ. લોકે પિતાનાં વિવિધ વસ્ત્રો ધારણ કરી મૃગચર્મનાં વસ્ત્રો પહેરીને ચારે તરફથી નીકળવા માંડયાં. સંખ્યાબંધ ભલેને ધસી આવતા જોઈ નળ રાજાએ પોતાને રથ ઉભો રાખ્યો ત્યાં તે “આ બધું અમને સોંપીને શરણે થા.” શરણે થા. એવા પડકાર ભલ સાથે સૈનિકે રથ સામે આવી પહોંચ્યા. નળ રાજાએ ધનુષ ધારણ કરતાં કહ્યું: “ભાઈઓ, હું કોઈ શત્રુ