________________ 244 નિષધપતિ સમર્પણને વાસ્તવિક નજરે મૂલવ્યું નથી. એથી જ આવું બન્યા. કરે છે અને નારીના મનને એનું કોઈ દુઃખ નથી.” કહેતાં કહેતાં નળ અટકી ગયો અને પત્નીને ઉજજવળ. નયન વદન સામે જોઈ રહ્યો. દમયંતીએ પ્રસન્ન સ્વરે કહ્યું : “નારી પિતાના સ્વામીના ચરણમાં સર્વસ્વ સમર્પિત કરે છે. માત્ર દેહનહિ. આશા, આનંદ અને ભાવના પણ. પુરુષે નારીના આ સમર્પણને એક ભવ્ય ત્યાગરૂપે સત્કાર કર્યો હતો તે સંસારને કઈ પુરુષ પોતાની પત્નીને દાવમાં ન મૂઠત એવી પ્રથા ન જ પડી હેતપરંતુ પુરુષે નારીના સર્વસ્વને પિતાની વ્યક્તિગત સંપત્તિ માની લીધી... અને એ જ બ્રામક માન્યતાએ આવું સર્જન કર્યું છે... નારી તે ત્યાગ અને બલિદાનના ઉચ્ચ સ્તર પર વિરાજેલી છે. તે પોતાના સમર્પણને ગમે તેવાં સંકટ, દુઃખે અને વિપત્તિઓ વચ્ચે પણ નિર્મળ, નિકલંક અને અતૂટ રાખવામાં જ પિતાને ધર્મ સમજે છે.એટલે આપે મારા અંગે જે કંઈ કર્યું, તે મારા માટે આશીર્વાદરૂપ છે. આ૫ મનને જ દૂર કરીને મારા પ્રત્યે પ્રસન્ન રહેજે.' " આશીર્વાદરૂ૫?” “હા નાથ, સુખમાં સાથ આપવાની તક તે સહુને મળે છે.. દુઃખમાં સાથ આપવાની તક ભાગ્યે જ મળે છે !" દમયંતીએ પ્રસન્ન સ્વરે કહ્યું. આટલા દર્દી વચ્ચે પણ નળે પ્રિયતમાના બંને હાથ પકડી લીધા. તેનાં નયને સજળ બની ગયાં. મધ્યાહ્ન થઈ ગયો હતો. નળના ચિત્તને અન્ય વિષય પર વાળવા ખાતર દમયંતીએ કહ્યું સ્વામી, મનહર અને વેગવંતા તરંગવાળી, મુશ્કેલીથી સામે પાર જઈ શકાય એવી અને સર્વ જગતમાં પ્રસિદ્ધ પામેલી આ નદી જ