________________ ર૪૩ આહુબળની પરીક્ષા પળ પણ ટકી શકતી નથી.” નળ પત્ની સામે જોઈ રહ્યો. થોડી વાર વિસામો લઈને નળ ઊભો થયો...પિતાનાં ધનુષબાણ જે સાથે હતાં તે ખભે ભરાવ્યાં...તલવાર કમ્મરે લટકાવી અને દમયંતીને લઈને ગંગા તરફ જવા ચાલતો થયો. વનવગડાનો પ્રવાસ ખેડતાં ખેડતાં ચોથે દિવસે નળ અને દમયંતી ગંગા કિનારા પાસે આવી પહોંચ્યાં. પ્રકરણ 26 મું : : સરોવરની પાળે દમયંતી સાથે હોવા છતાં નળ તેની સાથે છૂટથી વાતચીત કરી શકતા નહતા. તે સમજતો હતો કે પોતે પોતાની પ્રાણધિક પ્રિયતમા પ્રત્યે ભારે અન્યાય કર્યો છે. ગંગાના તટ પાસે પહોંચ્યા પછી દમયંતીએ સ્વામીને કહ્યું : આપ આટલા ગમગીન કેમ રહે છે ?" મારા હાથે સારું કાર્ય તે થયું જ નથી...' આ તો પૂર્વ જન્મનાં પાપ કર્મનું કઈ ફળ છે. નહિ તો આપના જેવા આદશ અને જ્ઞાની રાજા કદી આવી રમત કરે ખરા? આપ જે કંઈ બન્યું છે તે સઘળું ભૂલી જાઓ. જે પરિસ્થિતિ સામે ઊભી છે. તેને સત્કાર કરવા ભૂતકાળને ભૂલી જવો જોઈએ.’ “દેવી, મને બધું ગુમાવ્યાની જરાયે ફિકર નથી..આ બધું કેવી રીતે બની ગયું એને પણ વિચાર કરવાનું મન થતું નથી... પરંતુ મારા હાથે તારા પ્રત્યે જે અધમ આચરણ થઈ ગયું છે તે જ મારા ચિત્તને ભારે વેદના આપે છે.” સ્વામી, આપ આ વાત મનમાંથી કાઢી નાખો. પુરુષે નારીના