________________ સરોવરની પાળે નથી. પ્રવાસી છું. મને માર્ગને ખ્યાલ ન હોવાથી આ સ્થળે આવી ચો છું.' પણ વનવાસી ભીલે કંઈ સમજે તેવા નહોતા. તેઓએ તીરે વસાવવા માંડયાં. ન છૂટકે નળરાજાએ પૃથ્વીને ધ્રુજાવી મૂકે એ ધનુષ ટંકાર કરીને એક પછી એક બાણ છોડવા માંડયાં. નળ ધનુર્વિદ્યામાં અતિ કુશળ હતો. તેણે થોડી જ વારમાં સેંકડે ભલેને ધરતી ભેગા કરી મૂયા...પરંતુ ભલેનાં ટોળેટોળાં આવી રહ્યાં હતાં. અધૂરામાં પૂરું એક આશ્ચર્ય એ પણ થયું કે કલિના કોપના કારણે તેના દિવ્ય શસ્ત્રો હરાઈ ગયાં. નળે જોયું. સામાન્ય બાણો કયાં સુધી ટકી શકે ? અને આ તે જાણે વિરાટ જાગ્યો હોય એમ લાગે છે ! એકલા હાથે આટલા માણસોને સામાન્ય શસ્ત્રથી પરાસ્ત કરવાનું શકય નથી આમ વિચારીને તેણે દમયંતીને યહ્યું : “પ્રિયે, મારાં દિવ્ય શસ્ત્રો અદષ્ય. થઈ ગયા લાગે છે...છતાં એક વાર બાણથી આંધી ઊભી કરું છું. આ તો લાભ લઈને આપણે છટકી જવું પડશે. એ સિવાય મને કોઈ અન્ય માર્ગ સલામતીભર્યો દેખાતો નથી.' દમયંતીને પણ વામીની વાત બરાબર લાગી. નળે પિતાના હસ્તલાઘવનો વિક્રમ સર. બાણની આંધી ઊભી કરી અને બંને રથમાંથી ઊતરીને ગાઢ વનમાં ચાલ્યાં ગયાં. સમય અને પરિસ્થિતિને આધીન સહુને થવું પડે છે. -- આંધી પતી ગઈ એટલે ભલે સામર્થ્યથી ભરેલા રથને લઈને ચાલતા થયા. તેઓ માત્ર ધનને જ ચાહતા હતા...કાઈના પ્રાણ લેવાની તેની ઈચ્છા નહતી.. પરંતુ સેંકડો ભીલોનાં શબ ત્યાં ઢળી પડયાં હતાં...કોઈ મૃત્યુ પામ્યા હતા તે કોઈ ઘાની વેદનાથી ચિત્કાર કરી રહ્યા હતા. ભલેએ પિતાના ઘાયલ સાથીઓને વીણી વીણીને ઉઠાવવા.