________________ અંધારી રાતે ! 255 નબળા વિચારોનો ત્યાગ કર..મન પ્રસન્ન રાખ...તારો સંગ છોડીને હું કયાંય ગયો નથી! હે મૃગાક્ષી, શું તારી પાસે રહેલા તારા સ્વામીને તું જઈ શકતી નથી ? મારા તરફ નજર કર...તું સર્વ વાતે ચતુર છે...હે ભીમસુતા, તું સર્વ તત્ત્વની જાણકાર છે ... જ્ઞાનમયી છે... દૌર્યની મૂતિ છે...સમર્પણની કવિતા છે...આમ તે જે ! તારી કાયા અતિ બમના કારણે જવરગ્રસ્ત બની છે ...તને અત્યારે શું થઈ ગયું છે? તારી અંગે શિથિલ બની ગયાં છે તું સૂઈ જા...આરામથી તને અવશ્ય સ્વસ્થતા પ્રાપ્ત થશે હે વૈદભી, જાગતો એવો હું તારી રક્ષા કરીશ...તું સુઈ જા.” સ્વામી તરફથી મળેલા આશ્વાસનથી દમયંતીનું હદય વર્ષને પામ્યું. દમયંતી નળની બાજુમાં જ પત્રની શય્યા પર શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આડે પડખે થઈ. મનમાં તેણે વિતરાગ પરમાત્માનું. અને મહામંત્રીનું સ્મરણ કર્યું. પણ તેને તરત વિચાર આવ્યો... “ઓહ, સ્વામીનું ઉતરીય તે હરાઈ ગયું છે .. અને વનપ્રદેશની નાનીમોટી વાતો એમની કાયાને પીડી રહી લાગે છે.' આમ વિચારી તેણે પિતાની સાડીને એ ભાગ કાઢીને સ્વામીની ખુલી કાયા પર ઓહાયો અને તેને છેડે પિતાની મુઠ્ઠીમાં પકડી રાખ્યો. આમ સ્વામી ચાલ્યા જાય એવા ભયનું નિવારણ કરીને નવકાર મંત્રનું મરણ કરતાં કરતાં તે થોડી જ વારમાં નિદ્રાધીન બની ગઈ. વાત્સલ્યના કારણે માતા જેવી, વિનયને અંગે પુત્રવધૂ સમી, સત્ય ગુણ યુકત હોવાના કારણે તીર્થરૂપ, ચતુરાઈના લીધે મંત્રી સમાન, પરિચય કરવામાં સખી સમાન, સેવા કરવામાં દાસી સમાન, સમર્પણના કારણે પ્રેમ ગંગા સમી પવિત્ર અને મારા બીજા શરીર સરખી આ પ્રિયતમા દમયંતીને ત્યાગ મારે શા માટે કરવો જોઈએ ? દમય તી મારી પાસે હોય અને મને ખેદનું કારણ આપતી હોય તો પણ હું શું હારી ગયો છું ? અર્થાત મેં કશું ગુમાવ્યું નથી...