________________ 58 નિષધપતિ પ્રિયે એક ચાંડાલને પણ લજવે એવું મેં કર્યું છે. તું મારે ત્યાગ કર. કલ્પવૃક્ષને શ્રમ રાખીને તે મારા જેવા વિષવૃક્ષનો આશ્રય શા માટે લીધો છે? ના...ના..ના.મને એવો કઈ અધિકાર નથી કે હું તને આ રઝળપાટમાં સાથે રાખીને ફરું ! એમ કરવાથી તારી વેદનાને અંત નહિ આવે અને તારા પ્રાકૃતિક તિલકના કારણે તારે લાંછના સહન કરવી પડશે..તારી અંતરવેદના મારાથી કેમ સહી શકાશે? પ્રિયે, સમજું છું કે, તારા વસ્ત્ર વડે તે મને સંભાળી રાખે છેપરંતુ જેની ભુજાઓ દુર્ગ તોડી શકવા સમર્થ છે તે તારા નિષ્કર પતિને આ ફાડવું જરાયે કઠિન નથી.' આ પ્રમાણે મનથી વિચારી નળે બાજુમાં પડેલી તલવાર આસ્તેથી મ્યાનમુક્ત કરી અને જરા યે સંચર ન થાય તે રીતે દમયંતીએ પિતાની સાડીને અડધો ભાગ નળ પર ઓઢાડેલ તે કાપી નાખ્યો. આમ, નળ પ્રિયતમાના બંધનમાંથી મુક્ત થઈ ગયો. પરંતુ બીજી જ પળે તેના મનમાં થયું. હું એક વધુ અન્યાય તો નથી કરી રહ્યો ને ? તેના કલિગ્રસ્ત મને તરત ઉત્તર આપેઃ પાગલ, તું અન્યાયનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો છે... આમ નજર તે કર.ત્રણ જીવનમાં નારી જાતિનું વરદાન રૂપ સુકુમાર કાયાવાળી આ દમયંતીને તું ક્યાં રઝળપાટ કરાવતે ફરીશ? શ્રેષ્ઠ રૂપવતી હોવાથી અને અતિ કોમળ હેવાથી તારી પત્ની શું આવા રજળપાટથી કરમાઈ નહિ જાય? એનાં ચરણ કમળમાં કંટકે ભેંકાશે....લેહીની ધારાઓ ચાલશે. ફળ પાંદડાં ઉપર જીવવું પડશે.કઈ દુષ્ટની દ્રષ્ટિને ભેગ બનવું પડશે... આ બધું એ અબળા કેવી રીતે સહી શકશે? એ કરતાં તું એને ત્યાગ કરીશ તે તે પિતાને પિયર જશે અને સુખપૂર્વક પિતાની છાયામાં છવી શકશે. આમ થશે તે આ વિપત્તિનાં વાળ જ્યારે