________________ 250 નિષધપતિ. થોડી જ વારમાં બંને સરોવરના કિનારે આવી પહોંચ્યાં.... સરોવર સુંદર હતું. જળ નિર્મળ હતું. વાતાવરણ સ્વચ્છ હતું. સૂર્યાસ્તને પણ થોડી વાર હતી. સરોવરમાં અતિમનહર લાગતા કમળના સમૂહ હતા. નળે કમળ પત્રમાં જળ લઈને પ્રિયતમાને આપ્યું. પિતે પણ પીધું. ત્યાર પછી સરોવરના કિનારે ઊગેલાં આમલે અને અન્ય ફળવૃક્ષો પરથી ફળ લાવીને બંનેએ સાયં ભોજન કર્યું. હાથમુખ સ્વચ્છ કરી નળે પશ્ચિમ દિશા તરફ નજર કરી. સૂર્ય અસ્તાચળ તરફ આરુઢ થઈ રહ્યો હતો. પક્ષીઓ તિપિતાના માળામાં આવવા માંડયાં. સૂર્યાસ્ત થઈ ગયે. ધીરે ધીરે અંધકારને પ્રારંભ થયો.. તે પહેલાં જ જળે કેટલાંક કેમળ પત્રે એકત્ર કરીને એક વૃક્ષના એથે શયા બનાવી.. એક તે ભલે સાથે યુદ્ધ છેડાયું હતું. અને પછી ઉતાવળે ચાલવું પડયું હતું. આથી બંને ભ્રમિત થઈ ગયાં હતાં. 'કલિની માફક અંધકાર ધીરે ધીરે ગાઢ બનવા માંડશે. એક બીજાનાં મેઢાં પણ ન જોઈ શકાય એવો અંધકાર વન પ્રદેશમાં જામતે હેય છે. વળી, આવા નિર્જન સ્થળે ન મશાલ હોય કે ન કોઈ દીપક હોય. નળનું ઉત્તરીય ચાલ્યું ગયું હતું. તે માત્ર એક તીભેર જ હતે... પણ તેની કાયા અતિ સુદઢ હતી. કલિ નળની પાછળ જ પડયો હતો. કાઈ પણ ઉપાયે નળને ચેન ન પડવા દેવું એવો તેણે નિશ્ચય કર્યો હોવાથી તે તેની પાછળ જ પડયો હતો. નળની આંખો બંધ હતી. પરંતુ મનમાં વિચાર આવતા હતા. ભાગ્યની રમતને કઈ પારખી શકતું નથી. પણ મારે આ થિ