________________ સરોવરની પાળે 245 પવિત્ર ગંગાજી છે ને ?" હા પ્રિયે, આ એ જ નદી છે. જે ચક્રવતી'ઓને નવનિધિ આપે છે...હે કમલનયને, ! ચાલ, તું પણ ગંગાના પવિત્ર જળને -સ્પર્શ કર..” કહી નળ ઊભો થયો. બંને ગંગાજીમાં ઊતર્યા. બંનેએ જળપાન કર્યું અને મધ્યાહિક સ્નાન કર્યું. બંનેએ કઈ પણ અલંકાર કે દ્રવ્ય સાથે લીધું નહોતું પહેલાં વસ્ત્રો સિવાય અન્ય કઈ વસ્ત્ર પણ લીધું નહતું... અને સાથે કોઈ પ્રકારનું પાથેય પણ નહોતું. બંનેએ ગંગાજીના જળનું પાન કરીને ‘જ સંતોષ માન્યો અને એક વૃક્ષની છાયા નીચે વિશ્રામ લીધે. રાત્રિ પડી ત્યારે બંને ગંગાના સુંવાળી રેતીવાળા તટ પર સૂઈ ગયાં. બીજે દિવસે સવારે નળ દમયંતીએ કિનારા પરના વન પ્રદેશમાંથી થોડાં ફળ મેળવ્યાં અને પ્રસન્ન ચિત્તો બંનેએ ખાધાં. આ સ્થળ ઘણું જ શાંત અને પવિત્ર લાગવાથી બંને ત્યાં જ રહ્યાં..... ત્રીજે દિવસે સવારે જ કુવરે જનતાનાં કડવા વેણ સાંભળીને પિતાના ખાસ દૂત સાથે મોકલેલે એક રથ આવી પહોંચે. | નળ અને દેવી દમયંતી એ વખતે સ્નાન કરીને મનમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપને ક૯પી માનસિક પૂજન કરી રહ્યાં હતાં. રથમાંથી એક દૂત નીચે ઊતર્યો અને નળ રાજાની આરાધના પૂરી થાય ત્યાં સુધી મૌન ભાવે ઊભો રહ્યો જ્યારે બંને નિત્યકર્મથી નિવૃત્ત થયાં ત્યારે કુવરના દૂતે નમન કરીને કહ્યું: “મહારાજ, નિષધ પતિ કુવરરાજે આપના માટે રથ અને કેટલીક સામગ્રી મોકલી છે. આપ કૃપા કરીને એને સ્વીકાર કરો.” નળરાજાએ રથમાં જોયું, તેમાં કેટલાંક વિવિધ શસ્ત્રો હતાં, યંત્રો હતાં, દ્રવ્યની પેટિકા હતી અને ઉત્તમ પાથેયના ડબરાઓ હતા. રય.