________________ 22 નિષધપતિ. આપણે મરદાનગીથી પાછા ચાલ્યા આવશું.” કલિનાં આવાં વચન સાંભળીને બધા દેએ કાન આડા હાથ. મૂક્યા અને કહ્યું, “આવું ન બોલ...કલિ, તું શાંત થા... શાંત થા.” કલિયુગે ગર્વ પૂર્વક કહ્યું : “સત્ય હંમેશાં તીવ્ર લાગે છે ' દેવી સરસ્વતીએ તરત કહ્યું, “અરે દુષ્ટ કલિ, તારાં કાજળ સરખાં વચન અમારા કાન વાટે પ્રવેશીને અમારા આત્માને વિલેપી રહ્યાં છે. હે દુષ્ટ, શું તું ને તારા જેવા કર અને ઘાતકી, અધાર્મિક અને અન્યાયી સમજે છે ? બુદ્ધિ પર બળાત્કાર કરી રહેલા હે મૃઢ ! આ સ્વયંવરની તને પૂરી માહિતી નથી છતાં તું આમ બોલે છે ! તે નળ રાજાને જોયો કે નથી તેની પ્રિયા દમયંતીને નિહાળી! એ બંનેની ગેરહાજરીમાં આવું બોલવું એ તારા માટે શેભા સ્પદ નથી. તું કંઈક ગંભીર બની જા..પાપ વૃત્તિ ત્યાગ કરીને ગ્નને નિર્મળ બનાવ. દેવોને તું હિંમત વગરના કહી નાખે છે... પણ તને ખબર નથી કે દેવ કે ઈનું અકલ્યાણ કરતા નથી....ધર્મ, નીતિ. ન્યાય અને સંસ્કૃતિની મર્યાદાને લેપ કરવામાં દેવોને કદી રસ પડતો નથી. એથી જ દે સંસારમાં આરાધ્ય બની શકયા છે. આ બધા દે સ્વયંવર શેભા વધારવા ગયા હતા.. અને સહુએ નળ-દમયંતીને વરદાન આપને સ્મૃદ્ધ કર્યા છે. હે કલિ, તું દમયંતીને સામાન્ય માનવ નારી ન સમજતો. એ છે મધથી લેપાયેલ તલવારની ધાર જેવી ! તેને ઈચ્છતા દુરાચારી પુરુષો દૂરથી જ નષ્ટ થઈ જાય છે. અને નળરાજા પણ સામાન્ય માનવી નથી એક રાજર્ષિ છે.. ધર્યવાન છે. સર્વગુણ સંપન્ન છે. એ બંનેની નિંદા કર ને તું તારા મૃત્યુની પેજના કરીશ નહિ.” દેવી સરસ્વતીનાં આવાં વચનેથી કલિ ભારે અમર્ષમાં આવી ગયો. તે બેલી ઊઠ, “સરસ્વતી,તું નળનાં વખાણ ન કર. તું કેવળ વાતયિણ માનવોના ભાટ બનવાનું કામ કરે છે. દેવોને કેમ ગમે છે.