________________ 204 - નિષધપતિ તું ખરેખર મને ટીટોડા જેવા જ લાગે છે. ટેડે કોઈ કાળે સમુદ્રના જળનું શોષણ કરી શકતા નથી.તું એ મિથ્યા પ્રયત્ન કરીશ નહિ...એથી તું મનુષ્યમાં પરિહાસને પાત્ર બનીશ. માટે તું નળદમયંતી પ્રત્યેને રોષ છોડી દે.” અમર્ષમાં આવેલા માણસે સાનભાન ગુમાવતા હોય છે કવિએ ઉગ્ર સ્વરે કહ્યું, “તમારા સર્વ સમક્ષ હું પ્રતિજ્ઞા કરું છું કે નળને રાજ ભ્રષ્ટ કર્યા પછી જ હું સ્વર્ગ માં આવીશ આ કાર્ય નહિ થાય ત્યાં સુધી હું પૃથવીપીઠ ઉપર જ રહીશ..મારી શિખા મુકત રાખીશ.' ત્યાં સુધી હું કલિયુગે પિતાને ડાબે પગ પછાડયો. દેવો કશું બોલ્યા નહિ. દુર્જન પુરુ હિતવાણીને પણ વિષરૂપ માનતા હોય છે. ઘી વડે સિંચાયેલે અગ્નિ જો શાંત થાય તે જ ખલ પુસવ મધુર વાણીથ શાંતિ પામે. પ્રારંભિક જવરવાળાને જલસ્તાન વડે જવરની વૃદ્ધિ થાય છે. તેમ, શાંત વચન વડે મુખને કે વધારે વેગવાન બને છે. આમ વિચારી દેવતાઓ પોતાના માર્ગે ચાલતા થયા. પ્રતિજ્ઞા લઈ બેઠેલે કલિ પૃથ્વીપીઠ તરફ જવા વિદાય થયો. પ્રકરણ 22 મું : : કલિને પ્રવેશ! જયાં સુધી મનગમતી વસ્તુ મળે નહિ, ત્યાં સુધી મનને ચેન પડતું નથી અને મનપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં જ તૃપ્તિ, આનંદ અને ચેતન ભરાવા માંડે છે. એમાંય સંસારની સર્વશ્રેષ્ઠ સુંદરી નારી પત્ની રૂપે પ્રાપ્ત થાય છે ત્યારે માનવી પિતાને સર્વ -વાતે સુખી અને સંપૂર્ણ માન બની જાય છે.