________________ બાહુબળની પરીક્ષા આપ મારો કંઈ દેષ ન માનશે. મારા વડીલને મેં અવારનવાર રોક્યા હતા. છતાં તેઓ રમી રહ્યા હતા... છેલ્લે જ્યારે આપને દાવમાં મૂક્યાં ત્યારે મારું હૃદય સળગી ઊઠયું...પણ હું શું કરું ? હવે આપ અહીં જ રહેજે..આપની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન નહિ કરે...આપ આ રાજભવનને આપનું જ માનજે...” - દમયંતીએ કુવર સામે જોઈને શાંત સ્વરે કહ્યું, “રાજન, મેં સાંભળ્યું છે કે મારા સ્વામી અત્યારે નગરી બહાર નીકળી ગયા છે,. તે મને એમની સાથે જવાની આજ્ઞા આપે. તમે અન્ય કોઈ નથી. મહારાજા વીરસેનના જ પુત્ર છે... તમે નિષ્કટંક રાજ્ય કરો અને પૃથ્વીનું પાલન કરી ધન્ય બનો.. રત્નવલય જમણે હાથમાં હેય એથી એની શોભામાં કેઈ ફરક પડતો નથી. તમારા મોટા ભાઈ મારા દેહને જુગારમાં હારી ગયા છે, પરંતુ મારા પ્રેમને હારી ગયા નથી. એટલે આપ મને એમની સાથે. જવા દે. ' ભાભી, આપ મારે મન માતા સમાન છે...આપના પ્રત્યે મારા હૈયામાં જરાયે દુર્ભાવ નથી અને રાજનીતિ ખાતર મારે મારા. ભાઈને બહાર ચાલ્યા જવાનું કહેવું પડયું છે. કારણ કે એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. તેમ, તેઓ પણ આ રાજ્યમાં રહેવા માગતા નથી. જ્યાં પિતે સ્વસ્વ હારી ગયા છે ત્યાં એમના જેવા સ્વમાની પુરુષને એક પળ માટે પણ રહેવું ન ગમે તે સ્વાભાવિક છે. હું આપને અહીં રહેવાનો આગ્રહ કરું છું, તેની પાછળ મારે કોઈ અભાવ ન જેશે.. તો ત્યાં સુધી કહું છું કે આપ નિષધાનાં અધિકારિણું બને...કેવળ સેનાપતિ જ રહીશ...અને સદાય આપની આજ્ઞાનું પાલન કરીશ.” છે “દિયરજી, તમારી વાત બરાબર છે. ઉત્તમ કુળવાળાએની એમાં જ શોભા છે... પરંતુ જ્યાં સ્વામી નથી ત્યાં પત્ની કેવી રીતે રહી