________________ 24o નિષધપતિ કોએ મહાદેવી દમયંતીને યાદ કર્યો. દમયંતી પુનઃ નમન કરીને જે માગે નળ ગયો હતો તે ભાગે ઝડપભેર જવા માંડી. કુવરે રથ, વાહન કે એવું કંઈ પણ સાધન લઈ જવાની ઘણી વિનંતિ કરી હતી. પરંતુ સ્વામી પગપાળા જતા હોય અને પત્ની વાહન પર બેસે તે યોગ્ય ન ગણાય એમ કહીને દમયંતીએ પગપાળા જવાનું જ પસંદ કર્યું હતું. લેકે વિલાપ કરતા કરતા પાછા વળવા માંડયા. લેકે કહેતા હતા ! “હે દેવ ! તારે પાર કાઈ પામી શકતું નથી... ખરેખર, તારી ચાલ વિચિત્ર હોય છે. નાનો ભાઈ જુગારમાં છે. રાજ્યને લેભ જાગ્યો અને મેટા ભાઈને પોતાના રાજ્યમાં ન રહેવાનું જણાવ્યું. એટલું સારું થયું કે તેણે મહાદેવી દમયંતીને શક્યાં નહિ. જે કુવરે દમયંતીનું અપમાન કર્યું હોત તે મહા પરાક્રમી ભમરાજા સમગ્ર નિષધાને છિન્નભિન્ન કરી નાખત મહારાજ નળનું બાહુબળ અપૂર્વ છે..એમણે દિગ્વિજય પ્રાપ્ત કર્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં એમની યશગાથા ગવાય છે... પણ તેઓ સત્ય વચની છે એટલે જ ચૂપચાપ રાજ્યને ત્યાગ કરીને ચાલ્યા ગયા છે..! આમ વિવિધ રીતે બેલતા કે નગરીમાં પાછા ફર્યા. આ તરફ નગરીથી ત્રણ કેસ દૂર આવેલા એક સરોવર કિનારે નળ આવી પહોચે. આ સરોવરના કિનારે એક મહાતંભ. ઊભો કરવામાં આવ્યો હતો. નળ એ મહાતંત્ર સામે જોઈ રહ્યો.. તેના મનમાં થયું. “હું કોઈ શત્રુથી હારી ગયો નથી. મારા ભુજબળને મેં ગુમાવ્યું નથી. હું કેવળ જુગારમાં હારી ગયો છું...એથી શું થયું ! ના...ના..ભારે મારા બળની પરીક્ષા કરી લેવી જોઈએ.” તે ઊભો થયો. ચારે તરફ સરખી હાંસવાળા મહાતંભને તેણે ફરી વાર જે... ત્યાર પછી બંને હાથ વડે મહાતભને ભંડે