________________ 58 નિષધપતિ શકે? ક્રોંચકર્ણ જેવા રાક્ષસ પર વિજય મેળવનારા નળરાજા વગરના આ ભવનમાં રહેવું એ મારા માટે ધર્મ દૃષ્ટિએ પણ ઉચિત નથી. સ્વામી વગરનું સ્થળ સ્ત્રી માટે નક સમાન હોય છે. તમે મને રાજ્યને અધિકાર ગ્રહણ કરવાની વાત કહી, એ તમારી શોભા વધારે છે. પણ મારે રાજ્ય ભેગવવું હોય તે છેક વિધ્યાચળથી સમુદ્ર સુધીનું દક્ષિણનું રાજ્ય કેવું છે? ભાઈ, કલ્યાણ થાઓ... તમને જે સુખ અનાયાસે પ્રાપ્ત થયું છે તે તમે ભોગવ.... જાળવો અને પ્રજાપ્રિય બનીને તમારા વંશને ઉજ્જવળ કરો. મારા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ હોય તે મને મારા સ્વામી પાસે જવા દે... જેમ પ્રાણ વગર દેહને કેઈ આધાર નથી. તેમ સ્વામી વગર પત્નીને પણ કેઈ આધાર બની શકે નહિ.” કુવર દમયંતીની ભાવનાને અવરોધ કરી શકે નહિ.... છતાં તે બેલ્યો : “ભાભી, હું આપને રોકતું નથી...રાકી શકું પણ નહિ.. પરંતુ મારા ભાઈની સાથે જવામાં અનેક સંકટ પડયાં છે એટલે જ હું પ્રાર્થના કરું છું.' “રાજન, તમારી પ્રાર્થના હું કદી નહિ ભૂલુંપરંતુ જેમ પુરુષે કર્તવ્ય ખાતર પ્રાણયને ત્યાગ કરવો જોઈએ, એ જ રીતે સ્ત્રીએ પણ પિતાના પતિવ્રતા ધર્મની રક્ષા ખાતર સર્વ ભયને ત્યાગ કરે જોઈએ.” દમયંતીએ શાંત સ્વરે કહ્યું. જેવી આપની ઈચછા ' કહી કુવર દમયંતીનાં ચરણમાં નમી પડશે. દમયંતી આશીર્વાદ આપીને નીકળી ગઈ. - ત્રિભુવનમાં કોઈને પણ રૂપ ન થયું હોય એવા તેજસ્વી રૂપની સ્વામિની દમયંતીને પગે ચાલતી જેઈને ભવનનાં સઘળાં દાસ-દાસીઓ રડવા માંડ્યાં કેટલીક દાસીઓ પિતાને સાથે લઈ જવા માટે વિનવવા માંડી. પરંતુ દમયંતીએ સહુને કહ્યું, “તમારી મમતાને હું કદી નહિ વીસરું પરંતુ અહીંની કોઈ વસ્તુ હું મારી સાથે