________________ આહુબળની પરીક્ષા લઈ જઈ શકું નહિ...કારણ કે મારા સ્વામી બે સવળી વસ્તુઓ જુગારમાં ગુમાવી છે..એના પર મારો કોઈ અધિકાર રહી શકે નહિ.” રાજભવનમાંથી બહાર નીકળીને દમયંતી રાજપથ પર આવી ત્યારે તે હજારો નરનારનાં ટોળાં આંસુ ભીની આંખે આ તેજસ્વી રાજરાણીને જોઈ રહ્યાં હતાં અને મનમાં જુગારને ફિટકાર આપી રહ્યાં હતાં. કુવરના સેનાપતિએ સમગ્ર રાજપથ પર સશસ્ત્ર સૈનિકો ગોઠવી દીધા હતા એટલે કોઈ પ્રકારની ધાંધલ થાય તેમ નહોતું... જોકે માર્ગમાં ઊભેલા સૈનિકો પણ સજળ નયને મહાદેવી દમયંતીને નિહાળી રહ્યા હતાં. નળ તે જનતનાં આંસુઓ ઝીલતે ઝીલત બે ઘટિકા પહેલાં જ નગરી બહાર નીકળી ગયો હતો. દમયંતી પણ નગરીની બહાર આવી પહોંચી અને જે માગે સ્વામી ગયા હતા તે માર્ગે ચાલતા પહેલાં એક વાર રાષ્ટ્રની સમૃદ્ધ ગણાતી નિષધા નગરી તરફ જોઈને તેણે કહ્યું : “હે નિષધા, હું તને નમન કરું છું. હે મહાન કુળની રાજધાની, મારા રહેવાના નિવાસને તું વીસરીશ નહિ. તારી છાયામાં, તારી ધરતી પરનાં ક્રીડાવામાં મેં ખૂબ આનંદ મેળવ્યો છે. હું તને કદી નહિ ભૂલું... હે પ્રિય પંખીઓ, આ ધરતીની શેભાને સદાય વધારતાં રહેજો.” નગરી બહાર ઊભેલા જનતાના વિરાટ જૂથને નમન કરીને દમયંતીએ કહ્યું : " આપ સહુ આપના ધર્મનું પાલન કરજે. નવા રાજા પ્રત્યે પ્રેમભાવ રાખજે...મારી પાછળ કૃપા કરીને કોઈને કોઈ આવશે નહિ. મને આજ્ઞા કરવાનો કોઈ અધિકાર નથી...પરંત આપ સર્વને પ્રાર્થના કરું છું કે આપ સહુ વિદાય થાઓ... આપનાં આંસુ, આપને પ્રેમ અને આપની ભાવના મારા માટે આશીર્વાદ અનશે એવા વિશ્વાસ સાથે હું મારા પ્રાણેશ પાસે જાઉં છું. મારે ધર્મ બજાવવામાં આપ સહુ મને સહાયક બનો...”