________________ 236 નિષધપતિ કરવાની આજ્ઞા આપી. એમ જ થયું, નિષધ દેશના રાજસિંહાસન પર કુવરને - રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે નિષધ સિંહાસનારૂઢ થયે. રાજ્યસન પર બેઠા પછી સૌથી પ્રથમ કામ તેણે નળને દેશ છોડીને વિદાય લેવાનું જણાવવા માટેનું કર્યું. પિતાના ખાસ મંત્રીઓને મહામંત્રીના ભવન પર મોકલ્યા. પરંતુ નળ પિતે જ અહીં રહેવા ઈચ્છતા નહોતા. રાતે મહામંત્રીએ નળને ખૂબ સમજાવેલ. પરંતુ નળ આવી હીન દશામાં રહેવું - કેવી રીતે પસંદ કરે? તેણે સવારના પ્રથમ પ્રહર પછી નગરીના - ત્યાગને નિર્ણય કરી નાખ્યો હતો. અને નિષધપતિ કુવરને સંદેશો પ્રાપ્ત થયો. નળે સંદેશ લાવનારાઓને શાંત ભાવે કહ્યું: “નિષધનાથને કહેજે. બધું હારી બેઠો છું પણ મારું સ્વમાન હારી બેઠો નથી. મેં પોતે જ દેશત્યાગનો નિશ્ચય કર્યો છે અને હું જવાનું જ છું.' | નળને આ ઉત્તર મળ્યા પછી કુવરરાજ રાજસભામાંથી રાજભવનમાં ગયો. નળ દમયંતીને જુગારમાં હારી ગયો હતો પરંતુ દમયંતી પર કઈ પ્રકારનો અધિકાર ભોગવવાની કુવરમાં શક્તિ જ નહતી. કારણકે વિદર્ભપતિ ભીમરાજાની પ્રચંડ શકિતને ભય હતો. વળી, દમયંતી પતિવ્રતા છે. દેવોના વરદાનવાળી છે..એને દુઃખ થાય તેવું કશું ન કરવું જોઈએ એ સિવાય અગ્નિમાં કૂદનારે દાઝયા વગર રહી શકતા નથી, તેમ સિંહણનું દૂધ દોહવું એ કંઈ સહજ કામ નથી. આમ, મતમાં સઘળું સમજતો કુવર ભાભીના આવાસમાં ગયો. દમયંતીને સઘળા સમાચાર મળી ગયા હતા. દિયરને આવતા જોઈને તે આસન પરથી ઊભી થઈ. કુવારે બે હાય જોડી મસ્તક નમાવીને વિનમ્ર સ્વરે કહ્યું, “પૂજનીય ભાભીબી,