________________ રાજ નિષધપતિ. મહામંત્રી શ્રતશીલે નછ આવીને કહ્યું: “મહારાજ, આપ રાજભવનમાં પધારે..” નહિ, હું એક વૃક્ષ નીચે પડ રહીશ.” શાંત સ્વરે નળ રાજાએ કહ્યું, બધાનાં નયને ભીનાં બની ગયાં. “ઓહ, જેની આણ સારા યે દેશમાં વરતાતી હતી. જેના બાહુબળના પ્રભાવ સામે રાષ્ટ્રને કેાઈ રાજા ઊંચી આંખ કરવા તૈયાર નહે, જેના સુખને કોઈ અંત નહોતે, જેના ભરતકે રાજનું છત્ર હતું જેણે ધરતી પર પગ મૂકયો ન હતો અને જેની આજ્ઞાનું પાલન કરવામાં સમગ્ર દેશ ગૌરવ અનુભવતો હતો તે મહાત્મા નળ આજ પિતાને જ ક્રીડાસ્થાનના એક ઉપવનના વૃક્ષ નીચે સ્થાન લેવા. ઈચ્છે છે. શ્રતશીલે વિયાવત ભાવે કહ્યું, “મહારાજ, રાજભવનમાં દેવી દમયંતી બિરાજે છે અને આપ અહીં આ વૃક્ષ નીચે રાત વિતાવે. તે કોઈ પણ દષ્ટિએ શોભાસ્પદ નથી. દેવી આ વાત સાંભળશે તે તેમના દુઃખને પાર નહિ રહે..એ કરતાં આપ મારે ત્યાં પધારો.” તશીલ મહામંત્રી હતો અને મિત્ર પણ હતે. નળ તેના. આગ્રહને પાછો ઠેલી શક્યો નહિ. નળ તૈયાર થયા. તરત મહામંત્રીને રથ હાજર થયા બંને મંત્રીપ્રસાદ તરફ વિદાય થયા. ગઈ કાલને શુદ્ર કુવર આજ મહાન બની ગયા હતા. આજે તેની આણ સમગ્ર નિષધામાં ફરી શકે એમ હતી. કુવરના સાથીઓ તેને ઘેરી વળ્યા હતા રાજ વ્યવસ્થા અંગેની. અને મુખ્ય સ્થળોને કબજો સંભાળવા અંગેની તેમ જ નગરીમાં ચારે તરફ પોતાના સૈનિક ગોઠવી દેવાની વિચારણા થઈ રહી હતી ત્યાં એક દૂતે આવીને કહ્યું, “નિષધપતિ કુવરરાજને જય થાઓ !' કુવરના એક સાથીએ દૂત સામે જોઈને પ્રશ્ન કર્યો. “નળ રાજા,