________________ ર૩ર . નિષધપતિ હવે વધારે માણસે નહેતા બેઠા. ઘણાખરા રાજભક્ત સુભટે, સેનાનાયક અને મંત્રીઓ બાહુકના ગયા પછી ચાલ્યા ગયા હતા. છતાં ય પિતાના માલિકના વિજયની આશાની એક ક્ષણ રેખાને અવલંબેલા કેટલાય વિશ્વાસ રહી ગયા હતા તેઓ પણ આ છેલ્લે દાવ સાંભળીને કમકમી ઊયા...નળ જેવા બુદ્ધિમાન ગુણવાન અને પવિત્ર રાજા પિતાના અર્ધા અંગને દાવમાં મૂકતાં કેમ કંપ્યા નહિ હોય! શું જુગારનો દાવ માનવીની વિવેક શક્તિને ભ્રષ્ટ કરી નાખતું હશે? હા. એમ લેવું જોઈએ. એ વગર સારાયે રાષ્ટ્રમાં પુણ્યશ્લેક અને પ્રાતઃ સ્મરણીય ગણાતા નળ રાજા આવો દાવ મૂકે શા માટે? સ્વર્ગના દે, પક્ષો, ગાંધર્વો, દૈત્યો, વગેરે તલસી રહ્યા હતા તે ઐલેકય સુંદરી પત્ની દાવમાં મૂકતાં મહારાજાનું હૈયું ભીસાઈ શા માટે નથી જતું ? ગારીનો છેલ્લે દાવ ! માત્ર અધ ઘટિકામાં છેલ્લા દાવનું પરિણામ આવી ગયું. નળરાજ પિતાની પ્રિયતમાને હારી ગયે. સાવ નિ:શેષ બની ગયો. એનું પિતાનું કહી શકાય એવું કાયા સિવાય કઈ જ ન રહ્યું. કુવરના સેવકોએ જયનાદ ગજવી મૂક્યો. કુવરના હૈયામાં પણ ત્યારે આનંદ ઊભરાવા માં આજ પોતે નિષધપતિ બની ગયો સમગ્ર નિપધાને સ્વામી બની ગયે. કલિએ પિતાનું ધાર્યું કર્યું હતું. તે પિતાના સેવક દૂરદર સાથે નળની કાયામાંથી બહાર નીકળી ગયો. હવે તે નળની મનેવિદના, નળને સંતાપ અને નળને માથું મૂકવાની વિપત્તિઓ નિહાભળવા માટે ઝંખના સેવવા માંડયો. નળ ઊભું થઈ ગયું. તેનું તેજ જાણે સાવ ઝાખું પડી ગયું. અને જ્યારે તેને ખ્યાલ આવ્યો કે પોતે પિતાની પ્રિયતમાને