________________ છેલ્લે દાવ 23. સંપત્તિ તરીકે ગણાવી શકાય એવી એકેય વસ્તુ રહી નહતી. દમયંતીને વિચાર આવતાં જ નળનું હદય કમકમી ઊઠયું...પણ એની કાયામાં વસેલા કલિયુગે નળની વિચારશક્તિને કુંઠિત બનાવી દીધી નળે કહ્યું, “કુવર, મારી પાસે એક દમયંતી સિવાય કોઈ સંપત્તિ રહી નથી. દમયંતી ત્રણ લેકનું મહાન રત્ન છે. આજ હું તેને દાવમાં મૂકું છું.' આ સાંભળીને કુવર કમકમી ઊ . તેના હૃદયમાં દમયંતી પ્રત્યે કઈ પ્રકારને દુષ્ટ ભાવ નહોતો. તે દમયંતીને માતા કે ભગિની માફક જ માનતો હતો. પરંતુ જ્યારે કાળ પડખું બદલે છે ત્યારે માનવીનાં મન પણ અસ્થિર બની જતાં હોય છે. કુવરે કહ્યું, ‘ભલે. આપને વિજય થાય એમ હું ઈચછું. જે આપ જીતી જશે તે આજ સુધી હું જે કંઈ છ છું તે બધું જ આપનું બનશે.” જુગારીને છેલ્લે દાવ ! કલિનું હૈયું આ છેલ્લા દાવથી પ્રફુલ્લ બન્યું હતું. નળે કપતા. હૈયે પાસા હાથમાં લીધા. જુગારીને છેલ્લે દાવ! કુવરના મનમાં પણ થયું. શું નિષધનાથ બનવાનું આવેલું સ્વપ્ન વેરાઈ જશે ? વેરાઈ જાય તો ય મારે શું ગુમાવવાનું હતું ? ત્યાં ઊભેલા કેટલાક સાથીઓ ફફડતા કલેજે આ છેલા દાવનું પરિણામ જાણવા આતુર બન્યા હતા. આ રમત શું આટલી વિનાશકારી હશે કે માનવી પોતાની પત્નીને પણ દાવમાં મુકવા તૈયાર થતું હશે! ઓહ, કેઈ પણ - વ્યસન પછી તે જુગાર હેય, શરાબ હેય, પરનારીગમન હોય કે ગમે તે હોય...વિનાશકારી જ છે ! નળરાજા પ્રત્યે ભક્તિ રાખનારા જે કઈ બેઠા હતા....જે કે