________________ બાહુબળની પરીક્ષા 25. કયાં છે ?' રાજભવનમાં જતાં તેઓ અચકાતા હતા એટલે રાજભવનના. ઉપવનના એક વૃક્ષ નીચે રાત્રિ ગાળવાને તેમણે વિચાર કર્યો. પરંતુ, મહામંત્રી તેઓને પોતાના રથમાં પિતાના પ્રાસાદ તરફ લઈ ગયા.” કુંવરે કહ્યું, “મેટાભાઈ રાજભવનમાં શા માટે ન ગયા? મેં કઈઈન્કાર નહોતે કર્યો.' એક ચાટુકારે કહ્યું, “કૃપાનાથ, હવે તે આપ નિષધનાથ બન્યા. છે... ડાહ્યા પુરુષોનાં વચન પ્રમાણે એક મ્યાનમાં બે તરવાર રાખી શકાય નહિ. આપે મહારાજા નળને માત્ર નગરીમાંથી નહિ પણ આપણું દેશમાંથીય વિદાય કરવા જોઈએ.” શા માટે ?" “આપના ભલા માટે આપની સલામતી માટે ચા ટુકાર ખવાસે કહ્યું.. મારી સલામતી માટે?” “હા કૃપાનાથ, નળરાજા અહીં રહેશે તે સઘળી સેના એનાઃ પ્રત્યે સદભાવ ધરાવે છે, જનતાના હૈયામાં પણ મમતા છે અને સઘળા રાજ કર્મચારીઓ એમના પ્રત્યે વફાદાર છે. પાંચ પંદર દિવસમાં આપને પ્રભુકૃપાથી પ્રાપ્ત થયેલું સિંહાસન જરૂર તેઓ છીનવી લે.” બીજા જીહજૂર કરનારાઓએ આ વાતને ટેકો આપ્યો અને કુવરને પણ સમજાયું કે વાત સાચી છે. નળ અહીં રહે તે પાંચ પંદર દિવસે મોટો બળો જાગે.. મળેલું તે જાય..સાથોસાથ, પ્રાણ પણ ગુમાવવા પડે...પાણી પહેલાં પાળ બાંધવી એ જ ડહાપણ છે. આમ વિચારી તેણે નળને સવારે ચાલ્યા જવાનું કહેવું એમ. નક્કી કર્યું. અને ચર્ચાઓ, આશાઓ, વિચાર, વગેરેમાં રાત્રિ પૂરી થઈ. રાજપુરોહિતને બેલાવીને સૂર્યોદય વખતે કુવારે રાજ્યાભિષેક