________________ છેલે દાવ પણ દાવમાં ખોઈ બેઠે છે ત્યારે તેની વેદના શતાધિક બની ગઈ. ' આ સમાચાર વાયુવેગે સમગ્ર નગરીમાં ફરી વળ્યા. લોકો હાહાકાર કરવા માંડયા. કુવરે પિતાના માણસને નગરીમાં કોઈ પ્રકારનું તોફાન ન થાય તેની તકેદારી રાખવાની અને રાજસિંહાસન, ધન ભંડાર, રાજ ભવન, રત્ન ભંડાર, વગેરે પર કબજો પ્રાપ્ત કરવાની આજ્ઞા કરી. પ્રકરણ 25 મું : : બાહુબળની પરીક્ષા ધશત વીતી ગઈ હતી. હારે નળ ભારે લેભ અનુભવતે રાજસભામાંથી બહાર નીકળ્યો અને રાજભવન તરફ જવા અગ્રસર થયો. એ જ વખતે નળના મહાપ્રતિહારે નમન કરીને કહ્યું, “કૃપાનાથ, રથ તૈયાર છે.” ! “મિત્ર, રથમાં બેસવાને મને હવે કોઈ અધિકાર નથી.' મહાપ્રતિહારનાં નયને સજળ બની ગયાં. રાજભવનના મુખ્ય દ્વારમાં દાખલ થતાં જ નળને થયું. અરે, હવે રાજભવન મારું નથી, રાજ્ય મારું નથી, દાસદાસીઓ મારાં નથી...મારી પ્રિયતમા પણું મેં ગુમાવી દીધી છે. મને ધિકકાર હે ! ધિક્કાર છે ! ના..ના..રાજભવનમાં કેવી રીતે જવું? મને હવે કોઈ પ્રકારને નૈતિક અધિકાર રહ્યો નથી... અને મારી પ્રિયાને હું ભારું મુખ કઈ રીતે બતાવું ! ના..ના... તે જવું કયાં? લથડતા હૈયે કોઈ પણ નિર્ણય ન કરતાં નળ રાજભવનના ઉપવનવાળા માર્ગે દાખલ થયો. કેટલાંક દાસ-દાસીઓ, મંત્રીઓ તેની પાછાળ ટોળે વળીને આવી રહ્યાં હતાં.