________________ . છેલ્લો ઘવ આવા કે ઈ સમાચાર પિતાના કાને ન જાય તેમ ઈચ્છતાં હતાં. બીજે દિવસે રાજસભામાં દમયંતીનાં બંને બાળકોને આદરપૂર્વક સત્કાર કર્યો અને દેહિત્ર ઈન્દ્રસેનને પિતાના તાબાને કેરલ દેશ ભેટ આપ્યાની જાહેરાત કરી. બાહુકે સુખરૂપ પહોંચ્યાના અને મહારાજા ભીમે કરેલા આદર સકારના તથા ઈન્દ્રસેનને ભેટ આપેલા કેરલ દેશના સમાચાર એક વિશ્વાસુ દૂત મારફત મહાદેવી દમયંતીને મોકલી આપ્યા. મહારાજા ભીમે બાહુકને થોડા દિવસ પર્યત રોકાઈ જવાને ખૂબ આગ્રહ કર્યો. પરંતુ સેનાધિપતિએ મહારાજના ચરણસ્પર્શ કરીને યાત્રાર્થે જવાની ઇચ્છા દર્શાવી. અને બે દિવસ રોકાઈને બાહુક પિતાના સાથીઓ સાથે રવાના થઈ ગયો. નગરી બહાર નીકળ્યા પછી બાહુકે પિતાના સાથીઓને કહ્યું: ‘મિત્રો, હવે હું નિષધાનગરીમાં આવી શકું એમ નથી..મહારાજાને પરાભવ જોવાની મારામાં શક્તિ નથી. એટલે હું શુકાવતાર તીર્થનાં દર્શન કરવા અોધ્યા તરફ જઈશ. હું આપ સર્વને જણાવું છે કે આપ સહુ નિષધા તરફ જાઓ.” પરંતુ કોઈ સેનિક કે સાથી નિષધા જવા તૈયાર ન થયો. સહુને મહારાજા નળને પરાભવ ડંખતે હતો. મહારાજાનું પતન જોવા કેઈનું હૈયું મજબૂત રહી શકે એમ નહોતું. એટલે સહુએ તીર્થદર્શન કરવાની અને કેાઈ સારા રાજ્યમાં સેવા આપવાની ઈચ્છા દર્શાવી. દવ લાગ્યો હોય ત્યારે અગ્નિ વનને બાળી નાખે છે, જળનું પૂર ઘણી વાર બંને કિનારાને કે બંધોને તોડી નાખે છે, ક્રોધ તપને નાશ કરે છે. કાલકૂટ વિષ દેહને તરત નષ્ટ કરી નાખે છે. એ જ રીતે, જુગાર માનવીને ચારે દિશાએથી બરબાદ કરી નાખે છે. આઠ આઠ દિવસ પર્યત નાનાનાના વિજયનાં દર્શન કરીને નળને ખાતરી થઈ હતી કે મારા ભાગ્યે પલટે ખાધો છે...ગુમાવેલું