________________ રર૭. એટલે વ્યવ કરીને આવનના રાજાઓને પિતાના બાહુબળને અને તારા જેવા વફાદાર સાથીઓની હિંમતને પરિચય આપે છે...તે રાજાને તું એક ભિક્ષક જેવી હાલતમાં ન જઈ શકે એ હું સમજું છું... પરંતુ ઘણી વાર અણગમતાં દ્રષ્ય કઠોર હૈયું કરીને જોવાં પડે છે -. અણગમતું સાંભળવું પણ પડે છે એટલે તું..” વચ્ચે જ બાહુકે કહ્યું : “મહાદેવી, મારા પર કૃપા કરો અને મારી વિનતી સ્વીકારે. મારામાં એવું ધર્યું છે જ નહિ. હું રણમેદાનમાં રમનારો એક સેનાધિપતિ છું. અણગમતાં દ્રશ્ય નિહાળવાની મને તાલીમ પણ મળી નથી.” દમયંતીએ બાહુકની ભાવનાને સ્વીકાર કર્યો. ત્યાર પછી બાહુક રથ લેવા વિદાય થયો. દમયંતીએ પિતાનાં બંને બાળકોને તૈયાર કર્યો. તેમના પાથેયની વ્યવસ્થા કરી. માર્ગમાં કોઈ પ્રકારની અડચણ ન આવે અને બંને બાળકોની કાળજી રખાય એ દ્રષ્ટિ રાખીને તેને કમલિની, કલેલિની, કેહલી, કલિકા અને કેશિનીને પણ તૈયાર થવાની આજ્ઞા કરી સાથોસાથ, અહીં જે કંઈ બની ગયું છે ને બની રહ્યું છે એ અંગેની એક પણ વાત કેઈને ન કહેવાની સૂચના આપી. આ પાંચે ય દાસીઓ દમયંતીની અતિપ્રિય સખીઓ સમાન હતી. લગભગ એક પ્રહર પછી બાહુક એક સારી એવી સેના સાથે આવી પહોંચે અને બંને બાળકો તથા પાંચેય દાસીઓને લઈને કુંડિનપુર તરફ વિદાય થયો. આ તરફ, નળ જુગારના નશામાં સઘળું ભાન ભૂલી ગયો હતો. હારેલું પાછું મેળવવા માટે તે ખૂબ જ ઉતાવળે થઈ રહ્યો હતે. બે વખત જમવા આવતો અને જમીને બારોબાર ચાલ્યા જતા પ્રિય દમયંતીને મળવાની મનમાં ઘણું જ ઈચ્છા રહેતી, પરંતુ તેણે