________________ હેલો દાવ “બાહુ, તારા હાથમાં હું એક મહત્વનું કાર્ય સોંપવા. ઈચ્છું છું.' “હું ધન્ય બન્યો, મહાદેવી. આ૫ જે કંઈ કાર્ય સોંપશે તે હું મારા પ્રાણના ભોગે પણ બજાવીશ.” “જે ભાઈ, નિષધપતિના મસ્તક પર આજે કાળ ભમી રહ્યો છે. તેઓ લગભગ બધું હારી ગયા છે. મને પણ જુગારના દાવમાં મૂકવાને મનસુબો સેવી રહ્યા છે. પણ મને મારી ચિંતા નથી. હું એમની છું અને તેઓ મારું ગમે તે કરે એમાં વિરોધ શોભે નહિ. પરંતુ જુગારના નશામાં તેઓ મારાં બંને બાળકોને પણ દાવમાં મૂકી દે તે ભારે અયશ ઊભો થાય...અને આપણું કઈ ગતિ સર્જાય ? “મહાદેવી, આપ આજ્ઞા કરે તે અત્યારે જ કુવરને ઉઠાવીને હું દૂર દૂર મૂકી આવું..” * નહિ ભાઈ, કુવરનો કોઈ દેષ નથી....એ તે મહારાજને કયારને રોકી રહ્યો છે પણ મહારાજના ગળે હિતની કોઈ વાત ઊતરતી જ નથી. એટલે મને લાગે છે કે આ જે કંઈ બની રહ્યું છે તે કોઈ દુષ્કર્મનું જ ફળ છે...કમફળનો વિરોધ કઈ કરી. શકતું નથી એ ભેગવ્યા વગર કે ઈને છુટકારો પણ મળતા નથી. એટલે એવું કંઈ કરવાની જરૂર નથી.” તો...?” સાંભળ..તું મારાં બંને બાળકને સંભાળપૂર્વક આજ ને આજ કુંઠિનપુર તરફ લઈ જા ત્યાં બંને બાળકોને મહારાજ ભીમ સારી રીતે સાચવશે. કારણ કે મારા પિતાશ્રીના હૈયામાં મારાં બંને બાળકે પ્રત્યે વાત્સલ્ય ભર્યું છે...વળી, તેમના મામાઓ પણ સારી રીતે સાચવી શકે એવા પ્રેમાળ છે. બંને બાળકે મોસાળમાં મેટાં થશે તો યુવરાજ કોઈ દિવસે પિતાનું રાજય પ્રાપ્ત કરી શકશે અને ઈન્દ્રસેના યૌવનવતી