________________ 224 નિષધપતિ આ માટે આપ મને માર્ગદર્શન આપો.” રાજપુરોહિતે કહ્યું: “મહાદેવી, સહુથી પ્રથમ આપણે મહારાજને જુગાર રમતા અટકાવવા જોઈએ.' મહામંત્રી શ્રુતશીલે કહ્યું “ગુરુદેવ, એમ બનવું મને શક્ય લાગતું નથી. મારું માનવું છે કે જે રાજા સ્વપ્નમાં પણ જુગારને યાદ કરે નહિ તે રાજા જુગારમાં આટલા ડૂબી ગયા છે. એટલે આ કઈ પૂર્વના કમનું જ પરિણામ છે. વળી, અમે તેઓશ્રીને સમજાવવામાં કઈ વાતની મણું રાખી નથી. જે પુરુષ પિતાની વાત કદી પાછી ન ઠેલે તે પુરુષ આજ પિતાની પ્રિયતમાના સેગંદ પણ વીસરી ગયેલ છે અને કમનસીબી તો એ છે કે જે અતિ પ્રિય છે એવાં મહાદેવીને પણ જુગારમાં મૂકવા તૈયાર થયા છે. આ સ્થિતિમાં રાજસિંહાસનના કલ્યાણને વિચાર કરવો તે મને મહત્ત્વનું લાગે છે.” સહુ વિચારમાં પડી ગયા અને વિવિધ સૂચને આપવા માંડયા. બધાં સૂચનો સાંભળ્યા પછી શ્રતશીલે કહ્યું: “મહાદેવી, ઉત્તમ માર્ગ તે એ છે કે રાજ્યના સાચા વારસદાર યુવરાજશ્રી અને રાજકન્યાને અહીંથી ખસેકીને એમને મોસાળ મોકલી આપવાં જોઈએ.” સહુને આ વિચાર ગમી ગયો. પુત્ર અને પુત્રીને નિહાળ્યા વગર જેને અન પણ ભાવતું નથી તે દમયંતી પણ ભાવિને આંખ સામે રાખીને સહમત થઈ. બંને બાળકે ઇન્દ્રસેન અને ઈન્દ્રસેનાને સવરકુંડિનપુર મેકલી આપવાં એ પ્રકારનો નિર્ણય કરીને બધાં ઊભાં થયાં. દમયંતીએ એ જ વખતે એક દાસને મેકલીને જેનું ભુજબળ અજોડ ગણાતું, જેની હિંમત અપૂર્વ લેખાતી અને જે રાજ્યને પૂરેપૂરો વફાદાર હતો તે સેનાધિપતિ બાહુકને બેલાવ્યો. માત્ર એક ઘટિકામાં બાહુક આવી પહોંચ્યો અને મહાદેવીને નમન કરી વિયાવનત ભાવે બેલ્યોઃ “મહાદેવી, શી આજ્ઞા છે ?"