________________ છેલે દાવ રર૩ દમયંતી સ્વસ્થ બની ગઈ. ગમે તેવી વિપત્તિ આવે તે પણ દૌર્ય ન ગુમાવવાને મનમાં વિચાર કર્યો અને તેણે રાજકુલના ભક્ત ગણાતા મંત્રીઓ તેમ જ અન્ય સજજનેને બેલાવવા માટે સેવકોને વિદાય કર્યો. પ્રકરણ 24 મું : : છેલ્લે દાવ વીજપુરોહિત, રાજના હિંતચિંતક મંત્રીઓ, નગરશ્રેષ્ઠી, વગેરે રાજભવનમાં એકત્ર થયા. મહાદેવી દમયંતીને નિમંત્રણને કોણ માન ન આપે ? મહાદેવીએ શા માટે બોલાવ્યા છે એની કેઈને ખબર નહતી. પરંતુ રાજનીતિમાં કુશળ એવા મુખ્ય મંત્રી એટલું ક૯પી શક્યા હતા કે જુગારના કારણે આવી રહેલી પરિસ્થિતિની ચર્ચા કરવા જ લાવ્યા હશે. બધા શુભચિંતકે રાજભવનના મુખ્ય મંડપમાં બેઠા હતા. એ વખતે દૌર્યની મૂર્તિ સમી દમયંતી ખંડમાં દાખલ થઈ, દમયંતી સહુને નમન કરીને પિતાના આસન પાસે આવી. વડીલેએ આશીર્વાદ આપ્યા અને અન્યોએ જયનાદ પિકાર્યો. પરસ્પર કુશળ પૂછયા પછી દમયંતીએ શાંત સ્વરે કહ્યું : “આપ સડુ રાજના, પ્રજાના અને રાજપરિવારના હિતચિંતક છે, શુભેચ્છકે છે અને વિપત્તિકાળે સાચી સલાહ આપનારા છો. આપ સહુ જાણે છે કે જેની કીતિ સ્વર્ગના દેવે સુધી પહોંચી છે એવા નિષધપતિ આજે જુગારમાં લગભગ સઘળું ગુમાવી બેઠા છે. જુગારને નાદ કેટલે ઘાતક અને વિષમ છે એ આપ સહુ જાણે છે. હવે મુખ્ય સવાલ એ છે કે રાજ સિંહાસનના ભાવિની વિચારણું મહારાજા સઘળું ગુમાવે તે પહેલાં કરવી જોઈએ.