________________ 228 નિષધપતિઃ કુવરને આ ગમતું નહોતું. છતાં નિષધપતિ બનવાને એક લેભ તેના હૈયાને ઉત્સાહિત બનાવી રહ્યો હતો. ધનભંડારો, રત્નભંડારે, નિવધાનગરી, વિવિધ મહેલાત, દમયંતી, વગેરેને દાવ હજી બાકી હતો. નળના બાહુમાં રહેલા દરોદરે કલિયુગને કહ્યું : “મહારાજ હવે નળને બેચાર બાજી જિતાડવી જોઈએ.” શા માટે ? " બલિના મહિષને ચડાવતાં પહેલાં પ્રસન્ન કરે જોઈએ અને જે એને ઉત્સાહ ઠંડો પડી જશે તે જુગારની બાજી અધવચ્ચે સંકેલાઈ જશે. કુવર પણ હવે ગભરાય છે.” સારુ તને જેમ યોગ્ય લાગે તેમ કર. પરંતુ મારું ધ્યેય. વિસરીશ નહિ.” કલિયુગ સંમત થયે, અને કુવર આઠ દિવસ સુધી પાસા પલટાવ્યા. આઠ ગામ. નળને પ્રાપ્ત થયાં, જે સમૃદ્ધ હતાં. નળના મનમાં થયું. હવે મારો ભાગ્યરવિ ઉદય પામ્યો. બધું પાછું મળશે. નળને વિજય થતો. જોઈને કુવર પણ મનમાં હરખા. આ તરફ, આઠમે દિવસે બાહુક કુંડિનપુર નગરીમાં સુખરૂપ પહોંચી ગયો હતો. તેણે મહારાજા ભીમને ખોળે બંને બાળક સુપરત કર્યા. રાજા ભીમ, રાણી પ્રિયંગુમંજરી અને દમયંતીના. ભાઈએ ખૂબ જ આનંદિત બની ગયાં. બાહુકે વિનયાવનત ભાવે મહારાજા નળ અને મહાદેવી દમયંતી.. ના કુશળ સમાચાર આપ્યા. બાહુક જેમ બળવાન હતો તેમ બુદ્ધિમાન. પણ હતો. તેણે નળ રાજાએ માંડેલા જુગારની અને જુગારમાં થઈ રહેલી સજજડ હારની વાત કરી જ નહિ. મહાદેવી દમયંતી પણ.