________________ નિષધપતિ સઘળું પાછું મળી જશે. જુગારી ત્યારે ઉત્સાહમાં આવે છે ત્યારે અવિચારી બની જાય છે નળરાજાએ જુગારની રમતને દાવ વડે. ચમકાવવી શરૂ કરી...પરંતુ આઠ દિવસમાં જિતાયેલાં આઠે ય ગામ એક જ દિવસમાં ચાલ્યાં ગયાં. ધનભંડારો અને વિવિધ રત્નભંડારો પણ ધીરે ધીરે જુગારમાં મુકવા માંડયા..દેશ, નગર, ગામડાંઓ, સંપત્તિ, વગેરે સર્વસ્વ ગુમાવ્યા પછી નળે કુવરને કહ્યું: “કુવર, હજુ નિષધા નગરી પર મારો અધિકાર છે અને નિષધા સમગ્ર ભારતવર્ષમાં શ્રેષ્ઠ અને સમૃદ્ધ નગરી ગણાય છે. હું તેને દાવમાં મૂકું છું. બેલિ, તું એની સામે શું મૂકે છે ?' “મોટાભાઈ, આપ જે ઈચ્છે તે હું દાવમાં મૂકવા તૈયાર છું.” આપ જિતશે તે આપને હું જિતાયેલાં તમામ ગામે પાછા સોંપી દઈશ.” બધા ગામે પાછાં મળવાની આશા સાથે નળે પાસા નાખવા શરૂ કર્યો અને બરાબર સંધ્યા સમયે રાજના સેવકો દીપમાલિકાએ પ્રગટાવે તે પહેલાં નળરાજા એક દમયંતી સિવાય સર્વ કંઈ હારી ગયે. કુવરના હૈયામાં થયું... આજ હું નિષધપતિ બની ગયો કુવરના સાથીઓએ કુવરના આ વિજયને હર્ષધ્વનિથી બિરદાવ્યો. અને “નળના હાથમાંથી સમગ્ર રાજ્ય જુગારના પાસાઓ દ્વાર ચાલ્યું ગયું' એ સમાચાર વાયુ વેગે પ્રસરવા માંડયા. નળ અત્યાર સુધી જે ઉત્સાહ રાખી રહ્યો હતો તે તૂટી ગયે. તેના વદન પર ખિન્નતા ઊપસી ગઈ. આ જોઈને કુવરે કહ્યું : “વડીલ બંધુ, આપ હજુ પણ પાછુ મેળવવા ઈચ્છતા હો તે ગમે તે વસ્તુ દાવમાં મૂકે. આપની જીત થશે તે હું જિતાયેલું સઘળું આપના ચરણ કમળમાં હર્ષપૂર્વક સુપરત કરીશ.” નળ વિચારમાં પડી ગયે... પણ દમયંતી સિવાય પિતાની