________________ 26 નિષધપતિ થશે ત્યારે મારા પિતાશ્રી ઘણું જ વૈભવપૂર્વક ને ધામધુમથી તેને પરણવશે. અને આ જુગારની જ્વાળામાંથી કદાચ હું ઊગરી જઈશ તે કોઈ પણ દિવસે મારાં બાળકને જોઈ શકીશ. આમ, બંને બાળકે તેના મોસાળમાં ઊછરે તે દરેક દ્રષ્ટિએ હિતાવહ છે આજની સ્થિતિમાં મારા સ્વામીને ત્યાગ કરીને હું ક્યાંય જઈ શકું નહિ.... મા એ ધર્મ પણ નથી. એમની સેવા કરતાં મારું થવાનું હશે તે થશે. તેની મને કઈ ફિકર નથી તું બંને બાળકોને લઈને કુંડિનપુર રવાના થઈ જા. મને તારા બાહુબળ પર અને તારી વફાદારી પર પૂરો વિશ્વાસ છે. તે બંને બાળકોને મોસાળમાં સુપરત કરીને તરત અહીં પાછો આવી જજે. હું તારી રાહ જોઈશ.” “મહાદેવી, આપે ચીંધેલું કાર્ય તો કરીશ. આ નગરીમાંથી નીકળવાનું બન્યું એને હું મારાં ભાગ્ય માનું છું. કારણ કે મારા જેવા સેવકની નજર સામે મહારાજા નળને રાજત્યાગ કરવો પડે એ મારા બાહુબળ માટે અને શસ્ત્રધારણ માટે ધિક્કારરૂપ છે. મહાદેવી, આજ સુધી અમે ગર્વથી મસ્તક ઊંચું રાખી શકયા હતા. એક મહાબળવાન સ્વામીની કીતિ વડે. અહીં રહીને મારે ધરતી સામે જેવું પડે તે કરતાં આપના કાર્ય નિમિત્તે ચાલ્યા જવું એ મારા માટે ઉત્તમ છે. પરંતુ હું આપની બીજી આજ્ઞાને અનુસરી શકીશ નહિ.” “મેં તે તને એક જ આજ્ઞા આપી છે.” બાહુકે વિનમ્ર સ્વરે કહ્યું : “મહાદેવી, હું બંને બાળકોને એમને મેસળ સુખરૂપ પહોંચાડીશ એમાં કોઈ સંશય નથી.” પરંતુ હું પાછો નહિ કરું...મારા સ્વામીને પરાભવ નિહાળવાની મારામાં હિંમત નથી રહી હું કુંઠિનપુરથી બારોબાર તીર્થયાત્રાએ ચાલ્યા જઈશ.' દમયંતી વિચારમાં પડી ગઈ છેડી પળે પછી તે બોલીઃ “બાહુ તારી અને વેદના હું સમજી શકી છું..જે સ્વામીએ દિગ્વિજય પ્રાપ્ત