________________ વર નિષધપતિ આજે થાપ ખાઈ ગયા છે! મને તે લાગે છે કે કોઈ દુષ્ટ દેવે અથવા વ્યંતરે નળરાજાની કાયામાં પ્રવેશ કરીને તેના મનમાં વિકાર પ્રગટાવ્યા છે.એ વગર આવું બને જ નહિ..શું નળ જેવો સમર્થ અને પવિત્ર રાજા સત્ય, ધર્મ અને નીતિનું આ રીતે અપમાન કરે ? તું શાંત થા મનની અશાંતિ ઘણી વાર અશુભ વિચારોને જન્મ આપે છે !" દમયંતી ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી... કેશિનીએ ફરી વાર તેનાં આંસુ લુછયાં અને એક આસન પર બેસાડીને કહ્યું, “પ્રિય સખી, કાનને કડવાં લાગે છતાં હિતકારક એવાં મારાં કેટલાંક વચને તું સાંભળ. પ્રિયદર્શની, જ્યારે કાળ કરવટ લે છે ત્યારે કલ્પનામાં ન હોય એવું પરિવર્તન થાય છે. જેમ મેટાં માછલાંઓ નાનાં માછલાંને ગળી જાય છે તેમ પ્રાણીઓ પિતાની જાતિને પણ ખાવા માંડે છે. ! વસ્તુ પિતાના મૂળ સ્વભાવને ત્યાગ કરીને વિપરીત સ્વભાવવાળી બને છે ! અગ્નિ વગર વાળાઓ કે ધુમાડો થવા માંડે છે ! રાત્રિકાળે દીવાઓ તેજહીન દેખાય છે ! વર્ષ થવા છતાં ધાન્યની ઉત્પત્તિ વિકૃત બને છે! ઋતુઓનાં સ્થિર સ્વરૂપમાં પણ પરિવર્તન થવા માંડે છે! હિંસા અહિંસારૂપે પુજાવા માંડે છે ! અંતરને પ્રેમ મેહમાં પલટવા માંડે છે ! આવાં પ્રકૃતિનાં પરિવર્તન જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે લેકે પર વિપત્તિ આવવાનું પૂર્વરૂપ જ ઉદય પામતા હોય છે. તું એક વાર દર્પણમાં નજર કર..તારી મુક્તામાળા છૂટીછવાઈ બની ગઈ છે..તારો સેંથો એકત્ર થઈ રહ્યો છે, તેથી તે વૈદભી, મને લાગે છે કે તારે તારા સ્વામી સાથે દેશાંતર કરવું પડશે, કદાય તારે દુઃખદાયી એવો સ્વામીવિરહ ભોગવવો પડશે !પ્રિય દમયંતી, દાભના અગ્રભાગ જેવી તારી બુદ્ધિ તીણ છે, વિચાર કરવામાં તું ચતુર છે. વળી, તારી કુશળતા પણ અસાધારણ છે..તું કાયર શા માટે બની - જાય છે ? તું બધા મંત્રીઓને બોલાવ અને “હવે શું કરવું તે પ્રશ્નને વિચાર કર...'