________________ જુગારની જ્વાળા જોઈને કહ્યું: “તમે બધા સવર સભાગૃહમાંથી ચાલ્યા જાઓ. અમને રોકવાનો પ્રયત્ન કરવાની કઈ જરૂર નથી. હું આ પાસાઓ દ્વારા કુવરને તાગ લેવા માગું છું. દેવી, આપ પણ રાજભવનમાં ચાલ્યાં જાઓ....યુદ્ધની જેમ ઘુતક્રીડામાં પણ તમને આ ભય શા માટે લાગે છે?” | નળના આ શબ્દો સાંભળીને દમયંતી વિનમ્ર સ્વરે બોલી : આર્યપુત્ર, મને તથા મારી સંપત્તિને આપ હેડમાં મૂકવા ઈચ્છે છે એથી હું કૃતાર્થ થઈશ. આ જગતમાં નારીને સત્કાર કરનાર વ્યકિત વીરલ જ હોય છે ! હે રાજેન્દ્ર, આપની ઈચ્છામાં મેં કાઈ પ્રકારનું વિન ઊભું કર્યું હોય તે મને ક્ષમા આપજો.” ત્યાર પછી મંત્રીઓ સામે જોઈને કહ્યું : “આપ સહુ અહીંથી ચાલ્યા જાઓ. મહારાજની અપ્રસન્ન નજર સામે રહેવાથી શું લાભ છે?” દમયંતી સ્વામીને નમન કરીને વિદાય થઈ. મિત્ર જેવા મંત્રીઓ પણ વિદાય થયા. જોતાં જ તે તેને વળગી પડી અને અત્યાર સુધી દબાવી રાખેલું રૂદન બહાર નીકળી પડયું. કે મહાદેવી દમયંતીને ડી વાર રડવા દઈને કેશિનીએ ઘણું જ પ્રેમાળ અને વિનમ્ર સ્વરે કહ્યું : “સખી, તું શાન થા.. રડવું તને ભતું નથી. મહારાજા નળના જીવનમાં આ પહેલે અપરાધ છે. કેઈ. પણ માનવીના દિવસે હંમેશાં એકસરખા જતા નથી ..તેથી જ આ વિશ્વને પરિવર્તનશીલ કહ્યું છે...હે સુહાસિની, તું તે ધર્મતત્ત્વની જાણકાર છે...તને આ શોક શોભા નથી આપતો. તું જરા વિચાર તે કરી , આ વિશ્વમાં એવું કયું સ્થળ છે કે જ્યાં કર્મને બંધ, " લાગે છે. તારા સ્વામી ધર્મતત્ત્વ અને બુદ્ધિમાં મહાન હોવા છતાં,