________________ ર૧૯ જુગારની જવાળા દાવ મૂકે છે. ખરેખર, હાર્યો જુગારી બમણું રમે છે. રમત તે વિષ જેવી હેય જ છે...પણું હારતો જુગારી પાછું મેળવવાની દુરાશાને દાસ બનીને સર્વસ્વ ગુમાવતે જાય છે. નળ રાજાએ દાવમાં પિતાને ખજાને ગુમાવ્યો. હાથીઓ, અશ્વ, રથ, વારાંગનાઓ, ગામ, નગર વગેરે જે કંઈ દાવમાં મૂકતે ગયે...તે સવ હાર ગયે. અમાત્યો લાચાર બની ગયા. બીજે દિવસે સવારે સમગ્ર નગરીમાં હાહાકાર મચી ગયો અને જનતા નળરાજાને ધિક્કારવા માંડી. | કુવર પિતે પણ નળને જુગાર ખેલવાની ના પાડતો હતો.... પરંતુ હારેલું પાછું મેળવવા ખાતર મળે તેની વાત માની નહિ. - લેક તે ત્યાં સુધી બેલવા માંડયા કે નિષિધ આચરણમાં આસકત બનેલો નળ બધું હારી જાય તો વધારે સારું જેમ વાનરના હાથમાં મોતીની માળા ટકી શકતી નથી, તેમ નળના હાથમાં દમયંતી સુખપૂર્વક કેવી રીતે રહી શકશે ? ખરેખર, જ્યારે ભાગ્ય વક્ર બને છે ત્યારે પિતાનું જ હથિયાર પિતાને વધ કરે છે. - કલિનું મન ખૂબ જ પ્રસન્નતા માણું રહ્યું હતું... દૂરદર પણ હર્ષમાં આવી ગયો હતે. હજુ નળની સમગ્ર સંપત્તિ દાવમાં ચાલી ગઈ નહોતી. બીજે દિવસે વહેલી સવારે બંને ભાઈઓ રમવા બેસી ગયા. - દમયંતીને પણ સ્વામીના હારના સમાચાર મળ્યા હતા અને તે ભારે ખેદ પામી હતી. અમાત્યો પણ એક વાર પ્રયત્ન કરવા દમયંતીને વિનયપૂર્વક વિનવી રહ્યા હતા. - દમયંતી રાજભવનમાં જવા તૈયાર થઈ. બે પરિચારિકાએ. સાથે તે રાજભવનમાં આવી પહોંચી.