________________ -જુગારની જ્વાળા 217 - સ્વામીનાં ચરમાં નમી પડી. નળે બંને હાથ વડે પત્નીને પકડી લીધી અને હૈયા સરસી લેતાં કહ્યું: “પ્રિયે, હવે હું જુગાર રમું તો મને તારા સોગંદ છે તું - શાંત થા .. પ્રસન્ન થા ..મને પ્રિય હોય છતાં તેને પસંદ ન હોય તેવા સુખથી મને શું ફાયદે? તને જે ગમે તે મને ન ગમતું હોય છતાં તારી પ્રસનતાને સંભાળી રાખવી એ મારું કર્તવ્ય છે. -પ્રીતિમતી, તારા વગર હું એક પળ પણ જીવી શકે એમ નથી . તું જ - મારું હાસ્ય છે, મારી પ્રેરણા છે... મારું બળ છે, મારું જીવન છે.' દમયંતી પ્રિયતમના અંકમાં લપાઈ ગઈ. નળના મનમાં થયું, જેનાથી મારી અર્ધાગનાને સંતાપ થતો ન હોય તે ધુતક્રીડાને ધિક્કાર છે નળ પ્રિયા પાસે જ રોકાઈ ગયો. બંનેએ સાથે બેસીને સાયં– * ભોજન પતાવ્યું...બંને સાથે શ્રી જિન મંદિરમાં ગયાં અને નળરાજા પિતાની પ્રિયતમા પાસે જ રોકાઈ ગયે. અંત:પુરની દાસીઓ મારફત મહારાજાના આ પરિવર્તનની વાત સાંભળીને મૃતશીલ વગેરે મંત્રીઓને ભારે આનંદ થયે. રાત્રિ વીતી ગઈ... સવારે નળ પ્રાતઃ કાર્યમાં પરોવાઈ ગયે. જુગારના નામ માત્રથી તે રામ અનુભવતો હતો. આઠ દિવસ જુગાર વગર પસાર થઈ ગયા. નળના આવા પરિવર્તનથી કવિ ભારે ઇંધાયમાન થઈ ગયો, જેમ વિષમ જ્વર કપાયમાન થાય છે તેમ તેણે દૂરદૂરને કહ્યું. “દૂરદર, આ તે ભારે - થઈ. મારી ને તારી શક્તિનું આ એાછું અપમાન નથી.” દૂરોદરે વિનયપૂર્ણ સ્વરે કહ્યું “મહારાજ, મેં તે આપની આજ્ઞા મુજબ નળ જુગારમાં વધુ રસ લેતા થાય એ રીતે કર્યું હતું. જે આપે આજ્ઞા આપી હતી તે એને બરાબર પરાજય અપાવત.” હવે તારે વિલંબ કરવાનો નથી.” પરંતુ નળના મનનું પરિવર્તન કરવાની મારામાં શક્તિ નથી.